RBIની મોટી કાર્યવાહી : નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની 2 દિગ્ગજ બેંકોને ફટકાર્યો દંડ

RBIએ ICICI બેંકને 12.19 કરોડ રૂપિયાનો અને કોટક મહિન્દ્રા બેંકને 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

અગાઉ RBIએ બજાજ ફાઈનાન્સ, આરબીએલ બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને દંડ ફટકાર્યો હતો

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
RBIની મોટી કાર્યવાહી : નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની 2 દિગ્ગજ બેંકોને ફટકાર્યો દંડ 1 - image

નવી દિલ્હી, તા.17 ઓક્ટોબર-2023, મંગળવાર

ભારતીય રિઝર્વ બેંકે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની બે દિગ્ગજ બેંકોને દંડ ફટકાર્યો છે. RBIએ આજે કહ્યું કે, ICICI Bank અને Kotak Mahindra Bankએ કેટલાક નિયમોનું પાલન કરતા તેમને દંડ ફટકારાયો છે. 

ICICI Bank અને Kotak Mahindra Bankએ ફટકારાયો દંડ

આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંકને 12.19 કરોડ રૂપિયાનો અને કોટક મહિન્દ્રા બેંકને 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા આઈસીઆઈસીઆઈ બેંકે લોન, એડવાન્સિસ સહિત અન્ય બાબતોમાં નિયમોનું પાલન ન કરતા દંડ ફટકારાયો છે. તો કોટક મહિન્દ્રા બેંક દ્વારા પણ કેટલીક નાણાંકીય સેવાઓમાં ખામી હોવાનું સામે આવતા કેન્દ્રીય બેંકે દંડ ફટકાર્યો છે.

RBIએ અગાઉ બજાજ ફાઈનાન્સ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને RBLને ફટકાર્યો હતો દંડ

આ અગાઉ આરબીઆઈએ 17મી ઓક્ટોબરે બજાજ ફાઈનાન્સ (Bajaj Finance),આરબીએલ બેંક  (RBL Bank) અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank of India)ને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. બજાજ ફાઈનાન્સ પર 8.50 લાખ રુપિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ રુપિયા તથા આરબીએલ બેંક પર 64 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


Google NewsGoogle News