Get The App

'આ મોહબ્બતની કઈ દુકાન...?' કોંગ્રેસ સાંસદના ઘરેથી કરોડોની રોકડ મળતાં રવિશંકરનો રાહુલ પર કટાક્ષ

કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરે આવકવેરા વિભાગના દરોડા છેલ્લા 72 કલાકથી ચાલુ છે

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા રિકવર કર્યા

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
'આ મોહબ્બતની કઈ દુકાન...?' કોંગ્રેસ સાંસદના ઘરેથી કરોડોની રોકડ મળતાં રવિશંકરનો રાહુલ પર કટાક્ષ 1 - image


Ravi shankar prasad target Rahul Gandhi : આવકવેરા વિભાગે ધીરજ પ્રસાદ સાહુના ઘર અને ઓફિસ પર દરોડા પાડી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા રિકવર કર્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસને સતત નિશાન બનાવી રહ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

ભ્રષ્ટાચારની મૂર્તી છે કે કોંગ્રેસ પાર્ટી : રવિશંકર પ્રસાદ

આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘરે અને ઓફિસે દરોડા પાડતા નોટોના બંડલ નીકળ્યા હતા. નોટોનો જથ્થો એટલો બધો હતો કે પૈસા ગણવાના મશીનો પણ બગડી ગયા હતા ત્યારે આ મામલે ભાજપ સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદને આ મામલે તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસને આડે હાથ લઈને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પૂછવું જોઈએ કે આ મોહબ્બતની કઈ દુકાન છે. કોંગ્રેસના એક સાંસદના ઘરમાંથી 200 કરોડ કરતા પણ વધુની વસૂલાત કરાઈ છે. વધુમાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારની મૂર્તી છે કે કોંગ્રેસ પાર્ટી. 

નવા મશીન મંગાવ્યા બાદ ગણતરી શરુ થઈ

રાંચીમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરે આવકવેરા વિભાગના દરોડા છેલ્લા 72 કલાકથી ચાલુ છે અને સાહુના ઘરમાંથી અપાર સંપત્તિ મળવાની પ્રક્રિયા હજુ અટકી નથી. આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ ઉપરાંત અધિકારીઓએ જ્વેલરી ભરેલી 3 સૂટકેસ પણ રિકવર કરી છે. ઉલ્લેખનીય છે કે આયકર વિભાગે પૈસા ગણવાના મશીન ખરાબ થતા નવા મશીનો મંગાવ્યા હતા ત્યાર બાદ જ ગણતરીનું કામ શરુ થયુ હતું.

'આ મોહબ્બતની કઈ દુકાન...?' કોંગ્રેસ સાંસદના ઘરેથી કરોડોની રોકડ મળતાં રવિશંકરનો રાહુલ પર કટાક્ષ 2 - image


Google NewsGoogle News