'રાજ્ય સરકાર પડોશી દેશના લોકોને શરણ ના આપી શકે', રવિ રવિશંકર પ્રસાદના મમતા બેનરજી પર પ્રહાર

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
Ravi Shankar Prasad on Mamata Banerjee


Ravi Shankar Prasad Slams Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાડોશી દેશ બાંગ્લાદેશને શરણ આપવાની વાત કરી હતી. તેમના આ નિવેદન બાદ હવે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, 'આ અધિકાર ભારત સરકારનો છે, રાજ્ય સરકારનો નથી.' નોંધનીય છે કે, રવિવારે (21મી જુલાઈ) મમતા બેનરજીરએ કહ્યું હતું કે, 'બાંગ્લાદેશી નાગરિકો માટે પશ્ચિમ બંગાળના દરવાજા ખુલ્લા રાખશે. જેને શરણ જોઈએ છે તેને આવકારશે.'

ભાજપ નેતાના મમતા બેનરજી પર આકરા પ્રહાર

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે,'બંધારણ અનુસાર આ અધિકાર ભારત સરકારનો છે રાજ્ય સરકારનો નહીં. મમતા બેનરજીનું આ નિવેદન નિંદનીય અને બેજવાબદારીભર્યું છે. તેમણે CAA વિશે કહ્યું હતું કે હિંસાથી પીડિત કોઈ પણ હિંદુ, શીખ, પારસી કે ખ્રિસ્તી શરણાર્થીને અમે બંગાળમાં પ્રવેશવા નહીં દઈએ.'

આ પણ વાંચો: બાંગ્લાદેશની હિંસા અંગે મમતા બેનર્જીનું મોટું નિવેદન કહ્યું, ‘તેઓ અમારા દરવાજે આવશે તો...’


રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, 'આ બાંગ્લાદેશનો આંતરિક મામલો છે અને અમે આ મામલાને ઉકેલવા વિનંતી કરીએ છીએ. જો મુખ્યમંત્રી જાહેરાત કરે તો તેનો અર્થ શું? શું તમે ભારતની એકતાને તોડવા માંગો છો? મમતાજી, હું તમને પૂછવા માંગુ છું કે તમારો આનો અર્થ શું છે. બંગાળ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર અને સુભાષ ચંદ્ર બોઝ જેવા લોકોની ધરતી છે.'

મમતા બેનરજીને દેશની સુરક્ષાની ચિંતા નથી: રવિશંકર પ્રસાદ

ચિંતા વ્યક્ત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, 'મમતા બેનરજી, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ બંધારણની વાતો કરતા રહે છે, શું તમને બંધારણમાં અધિકાર છે? આ અધિકાર ભારત સરકારનો છે, રાજ્ય સરકારનો નથી. પશ્ચિમ બંગાળની વસ્તીનું પ્રમાણ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજે રાજ્યના નવ જિલ્લા મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારો બની ગયા છે. કોલકાતાની ડેમોગ્રાફી પણ બદલાઈ રહી છે. પશ્ચિમ બંગાળ રામકૃષ્ણ પરમહંસ, સુભાષ ચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદની ભૂમિ છે. મમતા બેનરજીને દેશની સુરક્ષાની ચિંતા નથી. ઘણી વખત આતંકવાદી ઘટનાઓમાં મુખ્ય આરોપીઓ પશ્ચિમ બંગાળમાં શરણ લે છે.'

'રાજ્ય સરકાર પડોશી દેશના લોકોને શરણ ના આપી શકે', રવિ રવિશંકર પ્રસાદના મમતા બેનરજી પર પ્રહાર 2 - image


Google NewsGoogle News