એલ્વિશ યાદવને રાજસ્થાન પોલીસે લીધો કસ્ટડીમાં, પૂછપરછ બાદ છોડ્યો, જાણો UP પોલીસે શું કહ્યું
એલ્વિશ યાદવને કોટા પોલીસે કસ્ટડીમાં લઈ કરી પુછપરછ
નોઈડા પોલીસે એલ્વિશ યાદવના કેસમાં વોન્ટેડ હોવાનો ઈન્કાર કર્યો, ત્યારબાદ પોલીસે છોડ્યો
Elvish Yadav Arrest : બિગ બોસ OTT સીઝન-2ના વિજેતા અને યૂટ્યૂબર એલ્વિશ યાદવને શનિવારે રાજસ્થાનના કોટામાં પોલીસે પકડી લીધો. જોકે, પૂછપરછ બાદ તેને છોડી દેવાયો. રાજસ્થાન પોલીસના DGP ઉમેશ મિશ્રાએ પણ તેની પુષ્ટિ કરી. એલ્વિશ પર નોઈડામાં ગેરકાયદે રેવ પાર્ટી આયોજિત કરવા અને તેમાં સાપના ઝેરના કથિત ઉપયોગ કરવાનો આરોપ છે.
...પછી કોટા પોલીસે એલ્વિશને છોડ્યો
એલ્વિશ યાદવને કોટા ગ્રામ્ય જિલ્લામાં તેને તે સમયે પકડવામાં આવ્યો, જ્યારે નાકાબંધી દરમિયાન પોલીસે તેની કાર રોકી. પૂછપરછ કરવા પર કારમાં એલ્વિશ યાદવ હોવાની માહિતી સામે આવી. ત્યારબાદ એલ્વિશ યાદવને કોટા પોલીસે કસ્ટડીમાં લઈ લીધો અને તેની સૂચના નોઈડા પોલીસને આપી. નોઈડા પોલીસે એલ્વિશ યાદવના કેસમાં વોન્ટેડ હોવાનો ઈન્કાર કર્યો, ત્યારબાદ કોટા પોલીસે તેને જવા દીધો.
ગત 3 નવેમ્બરે રેવ પાર્ટી આયોજિત કરવા અને તેમાં સાપના ઝેરનો ઉપયોગ કરવા પર નોઈડા પોલીસે કેસ દાખલ કર્યો હતો. તે સમયે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી લેવાઈ હતી, પરંતુ એલ્વિશ યાદવ ફરાર હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા લોકો પાસેથી કોબ્રા સહિત 9 સાપોને પણ બચાવવામાં આવ્યા હતા. આ લોકો બુધવારે સેક્ટર-51ના એક બેક્વેટ હોલમાં રેવ પાર્ટી માટે એકઠા થયા હતા. આ પાર્ટી પશુ અધિકાર સંગઠન પીપલ ફૉર એનિમલ્સ (PFA) દ્વારા જાળ ગોઠવાઈ હતી.
તેમણે જણાવ્યું કે, પોલીસે આરોપીઓના કબજામાંથી પ્લાસ્ટિકની બોટલોમાં રાખેલા સાપના 20 મિલીલીટર ઝેરને જપ્ત કર્યું અને તેને પરીક્ષણ માટે મોકલી દીધું, જેથી ખબર પડી શકે કે આ શરીરમાં માદક પદાર્થની જેમ અસર કરવા માટે તૈયાર કરવામાં આવેલા નશીલા પદાર્થ સમાન હતું કે નહીં.
અધિકારીઓએ જણાવ્યું કે, સેક્ટર-51માં એક બેંક્વેટ હોલમાં પાર્ટી કરવા માટે એલ્વિશ યાદવ સહિત છ અન્ય લોકો વિરૂદ્ધ ભાજપ સાંસદ મેનકા ગાંધી દ્વારા સંચાલિત PFA સંગઠનના પશુ કલ્યાણ અધિકારી ગૌરવ ગુપ્તાની ફરિયાદ બાદ વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમની જોગવાઈઓ અને ગુનાકિય ષડયંત્ર હેઠળ પ્રાથમિક ફરીયાદ નોંધાઈ. પાર્ટીમાં સાપનું ઝેર ઉપલબ્ધ કરાવાયું હતું.