રતન ટાટાની 10,000 કરોડની સંપત્તિમાંથી શાંતનુ નાયડુને શું મળ્યું? વસિયતમાં પાલતુ શ્વાનનું પણ નામ
Image: Twitter |
Ratan Tata Will Distribution: દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ લોકોના મનમાં સતત એક સવાલ છે કે, તેમની 10,000 કરોડની સંપત્તિ કોને મળશે. રતન ટાટાએ પોતાની સાથે સંકળાયેલા લોકોને પ્રોપર્ટીમાં હિસ્સેદાર બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રતન ટાટાએ પોતાના અંગત અને યુવા મિત્ર શાંતનુ નાયડુને પણ અમુક હિસ્સો આપ્યો છે. રતન ટાટાએ ભાઈ જિમી ટાટા, સાવકી બહેન શિરિન અને ડાયના જિજીભોય, હાઉસ સ્ટાફ ઉપરાંત અંગત લોકોને મિલકતમાં શેરહોલ્ડર બનાવ્યા છે. રતન ટાટાએ ટાટા ગ્રૂપના શેરમાં ચેરિટેબલ ટ્રસ્ટનો હિસ્સો છોડી દેવાની પરંપરાને પણ ધ્યાનમાં રાખી છે. આ હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન(RTEF)ને ટ્રાન્સફર કરવામાં આવશે.
શાંતનુ નાયડુને શું મળ્યું?
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ તેમના લાંબા સમયથી સહયોગી શાંતનુ નાયડુને પણ તેમની વસિયતમાં સામેલ કર્યો છે. ટાટાએ RNT ઑફિસના જનરલ મેનેજર નાયડુના વેન્ચર ગુડફેલોમાં પોતાનો હિસ્સો શાંતનુના નામે કર્યો છે. તેમણે નાયડુના શિક્ષણ માટેની લોન પણ માફ કરી દીધી છે. 'ગુડફેલો' એ 2022માં શરુ કરાયેલ વરિષ્ઠ નાગરિકો માટે સબસ્ક્રિપ્શન-આધારિત સાથી સેવા છે. કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએ કરનાર શાંતનુ નાયડુ રતન ટાટાનો સૌથી યુવા મિત્ર છે. નાયડુ 2017થી ટાટા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ સાથે ટાટા ગ્રૂપ સાથે કામ કરનારા શાંતનુ નાયડુ પરિવારની પાંચમી પેઢી છે.
કેનેડામાં ભયંકર અકસ્માતમાં 4 ગુજરાતીઓને કાળ ભરખી ગયો, પીડિતોમાં બે ભાઈ-બહેન હતા
રતન ટાટા પાસે કેટલી મિલકત?
- રતન ટાટા લગભગ 10 હજાર કરોડની સંપત્તિ મૂકી ગયા છે
- અલીબાબામાં બે હજાર વર્ગફૂટનો બંગલો
- મુંબઈમાં જુહુમાં બે માળનું મકાન
- 350 કરોડની એફડી
- ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 0.83 ટકા હિસ્સો
- આશરે 20થી 30 કાર
- વસિયતમાં ટીટોનું રાખ્યું ધ્યાન
પોતાના પાલતુ શ્વાન માટે પણ હિસ્સો
રતન ટાટાએ પોતાના જર્મન શેફર્ડ ડોગ ટીટોની દેખરેખ અને સંભાળ રાખવાની જવાબદારી પોતાના રસોઈયા રાજન શૉને સોંપી છે. ટીટોની સંભાળ રાખવા માટે સારી એવી રકમ પણ ફાળવી છે. આ સિવાય પોતાના વફાદાર બટલર સુબ્બૈયા માટે પણ મિલકત ફાળવી છે. ટાટા ગ્રૂપના ચેરમેન 86 વર્ષીય રતન ટાટાનું નિધન 9 ઑક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં થયું હતું.