Get The App

ગઈ કાલે રાત્રે રતન ટાટાના નિધનના સમાચાર મળતાં ગરબા રોકીને લોકોએ આપી હતી શ્રદ્ધાંજલિ

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
tribute-to-ratan-tata-during-garba


Ratan Tata Demise: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે બુધવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેમના નિધનથી સમગ્ર દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રતન ટાટાના નિધનના સમાચારથી મોટાભાગના કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા હતા. તો અમુક જગ્યાએ ગરબા રોકીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર એક યુઝરે વીડિયો શેર કરીને કેપ્શન લખ્યું હતું કે, 'નવરાત્રિના આ શુભ અવસરે આ થયું...તેમના આત્માને શાંતિ મળે.  

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આયોજિત દાંડિયાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો રતન ટાટાની શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના કરી રહ્યા છે. 

આ પણ વાંચો: જ્યારે રતન ટાટાએ એક અબોલ જીવ માટે બ્રિટનનો શાહી ઍવૉર્ડ ઠુકરાવી દીધો હતો

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે રતન ટાટા એવા વ્યક્તિ છે જેમને સૌથી વધુ સન્માન મળ્યું છે. તેમનો આ વારસો વર્ષો સુધી જીવંત રહેશે. અન્ય એકે લખ્યું કે એવું માની શકાય નહીં કે રતન ટાટા હવે નથી રહ્યા. તે એક એવા માણસ હતા કે જેમને કોઈ નફરત ન કરી શકે અને તેમણે સત્ય અને માનવતાના માર્ગે ચાલવાની લાખો લોકોને પ્રેરણા આપી છે. તેમને હંમેશા યાદ કરવામાં આવશે.


ગઈ કાલે રાત્રે રતન ટાટાના નિધનના સમાચાર મળતાં ગરબા રોકીને લોકોએ આપી હતી શ્રદ્ધાંજલિ 2 - image


Google NewsGoogle News