Get The App

કોણ છે શાંતનુ નાયડુ? ઘડપણમાં રતન ટાટાનો બન્યો સહારો, નિધન બાદ લખ્યું- મને એકલો મૂકીને જતાં રહ્યા

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
Shantanu Naidu


Ratan Tata Death News: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવાર રાત્રે દુનિયાને અલવિદા કહી છે. તેમના મૃત્યુના સમાચાર મળતા જ આખો દેશ શોકમાં ગરકાવ થયો છે. રતન ટાટાના સૌથી વધુ વિશ્વસનીય યુવા મિત્ર અને જનરલ મેનેજર શાંતનુ નાયડુ પણ ગમગીન જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટ મારફત તેણે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં લોકોને ભાવુક કર્યા હતા.

રતન ટાટાની અંતિમવિધિમાં નાયડુની આંખો ભીની થઈ હતી. ભીની આંખો સાથે શાંતનુ નાયડુ બાઇક પર રતન ટાટાની અંતિમ યાત્રામાં બાઈક પર અગ્રેસર જોવા મળ્યો હતો.

કોણ છે શાંતનુ નાયડુ? ઘડપણમાં રતન ટાટાનો બન્યો સહારો, નિધન બાદ લખ્યું- મને એકલો મૂકીને જતાં રહ્યા 2 - image

'આ ખોટને જીવનભર પૂરી કરવા પ્રયાસ કરીશ'

શાંતનુ નાયડુએ તેની લિંક્ડઇન પોસ્ટમાં ટાટા સાથેની મિત્રતા વિશે લખતાં કહ્યું, "આ ઘટનાથી મારી અંદર ખાલીપો વર્તાઈ રહ્યો છે, મિત્ર મને એકલા મૂકીને જતા રહ્યાં, આ ખોટ જીવનભર પૂરી કરવા પ્રયાસ કરીશ. પ્રેમ માટે દુઃખની કિંમત ચૂકવવી પડે છે. ગુડબાય માર ડિઅર લાઈટહાઉસ. " તેણે એક જૂની તસવીર પણ શેર કરી છે જેમાં બંને સાથે જોવા મળે છે. 

શાંતનુએ ગુડફેલો સ્ટાર્ટઅપ સપ્ટેમ્બર, 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. કોર્નેલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ ટાટા ઓફિસમાં જનરલ મેનેજર તરીકે કામ કરતો હતો. શાંતનુ 2014થી રતન ટાટા સાથે જોડાયેલો હતો.

કોણ છે શાંતનુ નાયડુ?

31 વર્ષીય શાંતનુ નાયડુ મુંબઈનો રહેવાસી છે. શાંતનુ નાયડુએ રતન ટાટાને ખૂબ પ્રભાવિત કર્યા હતા. શાંતનુ ટાટા ટ્રસ્ટના સૌથી નાનો મદદનીશ અને સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ હતો. તે 2014માં રતન ટાટાને પહેલી વાર મળ્યો, ત્યારે નાયડુએ રખડતા કૂતરાઓને રાત્રિના સમયે થતાં ટ્રાફિક અકસ્માતોથી બચાવવા માટે પ્રતિબિંબિત કોલર વિકસાવ્યા હતા. ત્યારબાદ રતન ટાટાએ નાયડુને પોતાની ટીમમાં સામેલ કર્યો. છેલ્લા 10 વર્ષમાં શાંતનુ નાયડુ રતન ટાટાના નજીકના અને વિશ્વાસુ મિત્ર બન્યો હતો.

આ પણ વાંચોઃ રતન ટાટાની અંતિમ સંસ્કાર કઈ રીતે કરાશે? જાણો પારસીઓની દોખમેનાશિની પરંપરા વિશે

શાંતનુ 2014થી રતન ટાટા સાથે

ગુડફેલો સપ્ટેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર્ટઅપ શરૂ કરનાર શાંતનુ નાયડુ 31 વર્ષનો છે અને તેણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ ટાટા ઓફિસમાં જનરલ મેનેજર તરીકે કામ કરતો હતો. શાંતનુ 2014થી રતન ટાટા સાથે જોડાયેલો હતો.

સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા ટીપ્સ આપતો હતો

31 વર્ષની ઉંમરે, શાંતનુ નાયડુએ વેપાર ઉદ્યોગમાં મહત્ત્વનું સ્થાન હાંસલ કર્યું છે, જે ઘણા લોકો માટે એક સ્વપ્ન છે. શાંતનુ નાયડુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે રતન ટાટાને બિઝનેસ ટિપ્સ આપતો હતો. શાંતનુ નાયડુનો જન્મ 1993માં પુણેમાં થયો હતો. તે એક પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ, એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ, ડીજીએમ, સોશિયલ મીડિયા પ્રભાવક, લેખક અને ઉદ્યોગસાહસિક છે. શાંતનુ નાયડુ ટાટા ટ્રસ્ટનો ડેપ્યુટી જનરલ મેનેજર પણ હતો.

પ્રાણીપ્રેમ અને સમાજ સેવાનો જુસ્સો ધરાવતા શાંતનુએ “મોટોપોવ્સ” નામની સંસ્થા બનાવી છે, જે શેરીઓમાં રખડતા કૂતરાઓને મદદ કરે છે. નાયડુના નેતૃત્વ હેઠળ, મોટોપોઝ 17 શહેરોમાં વિસ્તર્યો અને 8 મહિનામાં 250 કર્મચારીઓને રોજગારી આપી છે.

કોણ છે શાંતનુ નાયડુ? ઘડપણમાં રતન ટાટાનો બન્યો સહારો, નિધન બાદ લખ્યું- મને એકલો મૂકીને જતાં રહ્યા 3 - image


Google NewsGoogle News