દુબઈ-પાકિસ્તાનથી ફોન, પૈસાની માગ અને પછી હત્યા, સુખદેવ સિંહ હત્યાકાંડમાં રોહિત ગોદારા અંગે અનેક ઘટસ્ફોટ

રોહિત ગોદારા વર્ષ 2022માં નકલી પાસપોર્ટ બનાવી દેશમાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો

સુખદેવની હત્યાનું કાવતરુ 6 વર્ષ પહેલા ઘડાયું હોવાનો ચોંકાવનારો ખુલાસો

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
દુબઈ-પાકિસ્તાનથી ફોન, પૈસાની માગ અને પછી હત્યા, સુખદેવ સિંહ હત્યાકાંડમાં રોહિત ગોદારા અંગે અનેક ઘટસ્ફોટ 1 - image

જયપુર, તા.07 નવેમ્બર-2023, ગુરુવાર

Sukhdev Singh Gogamedi Murder : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનું પરિણામના બે દિવસ બાદ જ પ્રદેશની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડ પાછળ શૂટર લોરેન્સ ગેંગના રોહિત ગોદારા અંગે અનેક ઘટસ્ફોટ થયા છે. રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું કાવતરું છ વર્ષ પહેલા જ ઘડાય ગયું હતું જ્યારે રાજસ્થાનન કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલ સિંહ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ કુખ્યાત ગેગસ્ટર આનંદપાલ અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચે જૂની દુશમની હતા જ્યારે આનંદપાલ અને સુખદેવ સિંહ મિત્રો હતા. ઘણી ઘટનાઓ બની જેમાં આનંદપાલ અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચેની દુશમનની ખાઈ વધુ ઉંડી જતી રહી હતી. અંતે થયું એવું કે જેની આશંકા સુખદેવ સિંહ સતત વ્યક્ત કરી રહ્યા હતા.

ગેંગસ્ટર રોહિત ગોદારાની પોસ્ટ

પહેલા સમયમાં ખૂની હત્યા કર્યા બાદ પોતાને છુપાવી લેતો પણ હવે નવા ટ્રેન્ડ મુજબ ખુની પહેલા હત્યા કરે છે અને બાદમાં ગર્વથી હત્યાની જવાબદારી લે છે આ ટ્રેન્ડ સિદ્ધુ મુસેવાલાથી શરુ થયો છે અને સુખદેવ સિંહ ગોગામેડી સુધી પણ ચાલુ છે. આ વખતે પણ ગેંગસ્ટર રોહિત ગોદારાની પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં તેણે લખ્યું હતું કે 'બધા ભાઈઓને રામ રામ' હું રોહિત ગોદારા કપૂરીસર, ગોલ્ડી બરાર છું, આજે જે હત્યા થઈ છે તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. અમે આ હત્યા કરાવી છે. ભાઈઓ હું તમને કહેવા માંગુ છું કે આ અમારા દુશ્મનો સાથે મળીને તેમને સહયોગ કરી રહ્યા હતા. તેમને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા હતા. રહી વાત અમારા દુશ્મનોની તો તે પોતાના ઘરના દરવાજે પોતાની અર્થી તૈયાર રાખે, તેમની સાથે પણ જલ્દી મુલાકાત થશે.

હત્યા અનેક જ્યારે જવાબદાર એક

ઉપર આપેલી તારીખ સાથે મૃત્યુ પામેલા લોકોના નામ, રસનામાં અને શહેરો ભલે અલગ-અલગ છે પણ આ બધી હત્યાઓની જવાબદારી લેનાર વ્યક્તિ એક જ છે. જો કે તે પોતે ક્યારેય આગળ આવીને જવાબદારી લેતો નથી પરંતું દર વખતે તેમના સાગરીતો તેમના નામે આ જવાબદારી લે છે આ સખ્સ બીજુ કોઈ નહીં પણ છેલ્લા 9 વર્ષથી જેલમાં બંધ છે અને હાલમાં દેશનો સૌથી મોટો ગેંગસ્ટર છે.

લોરેન્સને ગોગામેડી સાથે શું હતી દુશ્મની ?

જયપૂરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહના ઘરમાં ઘૂસીને ગોળી મારનાર શૂટર ભલે અલગ હોય પણ આ વખતે પણ ટ્રિગર દબાવવાનો આદેશ આપનાર લોરેન્સ ગેંગનો જ સાગરિત નીકળ્યો. જેનું નામ રોહિત ગોદારા છે અને તેના પર 1 લાખ રુપિયાનું ઈનામ પણ છે. રોહિત ગોદારા વર્ષ 2022માં નકલી પાસપોર્ટ બનાવી દેશમાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. હવે સવાલ ઉભો થાય છે કે લોરેન્સ કે રોહિત ગોદારાને સુખદેવસિંહ ગોગામેડી સાથે શું દુશમની હતી? અને તેના હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગ કેમ લઈ રહી છે?

આનંદપાલની મૃત્યું બાદ પહેલી વાર ચર્ચામાં આવ્યું નામ 

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું કાવતરુ 6 વર્ષ પહેલા જ ઘડાયું હતું અને તેની શરૂઆત રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલ સિંહની એન્કાઉન્ટરમાં હત્યાથી થઈ હતી. આનંદપાલ રાજપૂત હતા અને સુખદેવ સિંહ રાજપૂતોના નેતા હતા. 24 જૂન 2017ના રોજ આનંદપાલના મૃત્યુ બાદ સુખદેવ સિંહ આનંદપાલના મૃતદેહ સાથે 15 દિવસ સુધી હડતાળ પર બેઠા હતા. ત્યારે આ મામલો ખુબ જ ગરમ હતો અને એ જ સમયે સુખદેવ સિંહ રાજસ્થાનની બહાર પહેલીવાર ચર્ચામાં આવ્યા હતા.


Google NewsGoogle News