NDA 400 પાર ન થતાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ થયા ગુસ્સે, TV તોડ્યું અને લગાવી આગ

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
NDA 400 પાર ન થતાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ થયા ગુસ્સે, TV તોડ્યું અને લગાવી આગ 1 - image


Lok Sabha Election Result 2024: દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. 400 ને પાર કરવાનો ટાર્ગેટ ધરાવતી એનડીએ આ ચૂંટણીમાં 300 બેઠક સુધી પણ નથી પહોચી શકી. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. એવામાં ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા રાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશરે ભાજપને 400 બેઠકો ન મળતાં પોતાના ઘરમાં ટીવી તોડી નાખ્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

NDA 400 પાર ન થતાં TV તોડ્યું

ભાજપને 400 બેઠકો ન મળતાં રાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશરે એક ટેલિવિઝન સેટ તોડી નાખ્યો હતો. આ પછી તેને આગ લગાડી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશર હતાશામાં એક ટેલિવિઝન સેટ તોડતા જોઈ શકાય છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ 400 બેઠકનો આંકડો પાર કરી શકી ન હતી, ત્યારબાદ ગોવિંદ પરાશરે પહેલા ટેલિવિઝન સેટ તોડી નાખ્યો અને પછી આગ લગાવી દીધી.

એનડીએના ચોંકાવનારા પરિણામોથી ભાજપના સમર્થકો નિરાશ

હાલ NDA 292 બેઠકો પર આગળ છે. આ બીજેપી નેતાઓ અને એક્ઝિટ પોલ દ્વારા આપવામાં આવેલા અંદાજિત આંકડાઓ કરતાં ઘણું ઓછું છે. ઈન્ડિયા એલાયન્સ 234 બેઠકો પર આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે પરંતુ તાજેતરની ચૂંટણીમાં એનડીએના ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા છે. જેના કારણે ભાજપના ઘણા સમર્થકો નિરાશ થયા છે.

NDA 400 પાર ન થતાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ થયા ગુસ્સે, TV તોડ્યું અને લગાવી આગ 2 - image


Google NewsGoogle News