Get The App

એકબાજુ PM મોદીની સભા ચાલતી હતી અને બીજી બાજુ ભાજપના મોટા નેતાએ પાર્ટીને કર્યા 'રામ-રામ'

Updated: May 19th, 2024


Google NewsGoogle News
એકબાજુ PM મોદીની સભા ચાલતી હતી અને બીજી બાજુ ભાજપના મોટા નેતાએ પાર્ટીને કર્યા 'રામ-રામ' 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સોમવારે (20મેએ) પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ઝારખંડમાં બીજા તબક્કા માટે મતદાન થાય તે પહેલા જ આજે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા કુણાલ શાડાંગીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

પ્રદેશ અધ્યક્ષ પોતાનું રાજીનામું સોંપી દીધુ

ભાજપના પ્રદેશ પ્રવક્તાએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કુણાલ શાડાંગીએ નેતાઓ પર તેમની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ઝારખંડ પહોંચ્યા હતા. પીએમ મોદીએ  જમશેદપુર સંસદીય ક્ષેત્રના ઘાટશિલામાં મૌભંદર મેદાનમાં જાહેર સભા કરી હતી.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

આ દરમિયાન તેમણે ભાજપના ઉમેદવાર વિદ્યુત વરણ મહતોની જંગી મતોથી જીત સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું અને તેને ઉદ્યોગ અને રોકાણ વિરોધી ગણાવી હતી. પોતાની આગવી શૈલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'મારો તે તમામ રાજ્યોના  મુખ્યમંત્રીને સવાલ છે, જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં છે, ત્યાં તેમના શહેજાદા ઉદ્યોગોનો વિરોધ કરે છે.

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર


Google NewsGoogle News