વધુ એક રાજ્યમાં ભાજપે ખેલ પાડ્યો: દિગ્ગજ નેતા કરશે કેસરિયા, કહ્યું- પહેલા વિચાર્યું હતું સંન્યાસ લઈ લઉં પણ...

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
વધુ એક રાજ્યમાં ભાજપે ખેલ પાડ્યો: દિગ્ગજ નેતા કરશે કેસરિયા, કહ્યું- પહેલા વિચાર્યું હતું સંન્યાસ લઈ લઉં પણ... 1 - image
Image Twitter 

Former CM Champai Soren Confirmed to join BJP:  ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને પોતે ભાજપમાં જોડાવાની અટકળોની પુષ્ટિ કરી છે.  મીડિયાને સંબોધન કરતાં આજે તેમણે કહ્યું કે, જ્યારે હું 18 ઓગસ્ટે આવ્યો ત્યારે મેં મારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. અને હવે હું ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું.  

ચંપાઈ સોરેને કહ્યું કે," આ અગાઉ મેં વિચાર્યું હતું કે હું રાજકારણમાંથી સન્યાસ લઈ લઈશ અથવા નવું સંગઠન બનાવીશ. પરંતુ સમયના અભાવે એવું ન કરી શક્યો નહીં. એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહમાં અમારો વિશ્વાસ વધ્યો અને પછી મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. અને મારા આ નિર્ણયમાં જનતાએ પણ મને સાથ આપ્યો છે."

ચંપાઈ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં જોડાશે

ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઈ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં જોડાઈ શકે છે. સોમવારે રાત્રે તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન આસામના પૂર્વ સીએમ અને ભાજપના ચૂંટણી પ્રભારી હિમંતા બિસ્વા સરમા પણ હાજર હતા.

હિમંતા બિસ્વા સરમાએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે,ચંપાઈ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં ભાજપમાં જોડાશે.

સીએમની ખુરશી પરથી હટાવ્યા બાદ ચંપાઈ સોરેન ગુસ્સામાં હતા

મુખ્યમંત્રીની ખુરશી પરથી હટાવ્યા બાદ ચંપાઈ સોરેન ખૂબ જ નારાજ થયા હતા. તેઓએ બીજું કારણ ધરીને બળવો શરૂ કર્યો. તેથી ઈન્ટરનેટ મીડિયા પર દરેક બાબકોને સાર્વજનિક કરી દીધી હતી. ત્યાર બાદ સમગ્ર ઝારખંડના રાજકારણમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ. જેનું પરિણામ એ આવ્યું કે, લાખોની સંખ્યામાં તેમના સમર્થકો તેમના દરેક કાર્યક્રમમાં તેમની સાથે ઉભા જોવા મળ્યા.


Google NewsGoogle News