Get The App

લોકસભાની ચૂંટણી વચ્ચે રાંચીમાં EDની મોટી કાર્યવાહી: આલમગીરના અંગત સચિવ સંજીવ કુમાર અને નોકર જહાંગીર આલમની ધરપકડ

Updated: May 7th, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણી વચ્ચે રાંચીમાં EDની મોટી કાર્યવાહી: આલમગીરના અંગત સચિવ સંજીવ કુમાર અને નોકર જહાંગીર આલમની ધરપકડ 1 - image


Image Source: Twitter

Ranchi ED Raid: ઝારખંડમાં લોકસભા ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી કરતા EDએ સોમવારે મોડી રાત્રે ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ કુમાર લાલ અને સંજીવ કુમાર લાલના નોકર જહાંગીર આલમની ધરપકડ કરી છે. બંનેને આજે બપોરે કોર્ટમાં લઈ જવામાં આવશે, જ્યાં ED રિમાન્ડની માગણી કરશે.

એક દિવસ પહેલા મંત્રી સાથે સબંધિત છ ઠેકાણા પર EDએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 35 કરોડ 23 લાખની રોકડ રકમ મળી આવી હતી. 

EDએ આ ઠેકાણા પર પાડ્યા હતા દરોડા

સોમવારે EDએ એક સાથે રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી આલમગીર આલમ સાથે સબંધિત અડધો ડઝન સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડામાં EDને અલગ-અલગ ઠેકાણેથી લગભગ 35.23 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. EDએ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ કુમાર લાલ અને તેના નોકર જહાંગીર આલમ, બે એન્જિનિયર કુલદીપ મિંજ અને વિકાસ કુમાર અને કોન્ટ્રાક્ટર મુન્ના સિંહના ઘરે દરોડા પાડ્યા હતા.

આ દરોડામાં સૌથી વધુ 31.20 કરોડ રૂપિયા મંત્રીના અંગત સચિવ સંજીવ કુમાર લાલના નોકર જહાંગીર આલમના હરમૂ રોડ પર સ્થિત ફ્લેટમાંથી મળી આવ્યા હતા. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર મુન્ના સિંહને ત્યાંથી 2 કરોડ 93 લાખ રૂપિયા અને અન્ય ઠેકાણેથી 10 લાખ રૂપિયા મળી આવ્યા હતા.

જપ્ત કરવામાં આવેલી નોટો ગણવા માટે અનેક મશીનો લાવવામાં આવી હતી અને આ પૈસા લઈ જવા માટે 10 મોટા બોક્સ અને બેગ લાવવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા નાણાની ગણતરી મોડી રાત સુધી ચાલી રહી હતી. આ દરોડામાં મોટી માત્રામાં ડિજિટલ સાધનો અને દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

વીરેન્દ્ર રામ સાથે સંબંધિત મામલે EDની કાર્યવાહી

EDએ આ કાર્યવાહી ગ્રામીણ વિકાસ વિભાગના પૂર્વ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામ સાથે સંબંધિત મામલે કરી છે. ટેન્ડર કૌભાંડમાં 23 ફેબ્રુઆરી 2023ના રોજ ED દ્વારા વીરેન્દ્ર રામની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ છે.

EDએ વીરેન્દ્ર રામ સામે તપાસ કરતી વખતે ખુલાસો કર્યો હતો કે તેમણે ટેન્ડર કમિશન દ્વારા આશરે રૂ. 125 કરોડની મિલકત હસ્તગત કરી હતી. જે બાદ EDએ વીરેન્દ્ર રામના અન્ય પાંચ સહયોગીઓની પણ ધરપકડ કરી હતી.


Google NewsGoogle News