Get The App

દિગ્ગજ નેતાને ભાજપ પાર્ટીમાં સામેલ કરવા આકૂળ-વ્યાકૂળ, કદ પ્રમાણે પદ આપવા હાઈકમાન પણ તૈયાર

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
Champai Soren

Image: Facebook

'


Jharkhand Political Crisis: ભાજપની લોકસભા ચૂંટણીમાં પછડાટ થયા બાદ તે સતત લોકોને આકર્ષિત કરવા અવનવા દાવ રમી રહી છે. કેન્દ્રીય સ્તરે હાઈકમાન અન્ય પક્ષના નેતાઓને તેમના કદ પ્રમાણે પદ આપવા તૈયાર થયુ છે. હાલમાં જ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેનની ભાજપમાં સામેલ થવાની યોજનાને મંજૂરી મળી છે. દિલ્હી હાઈકમાન ચંપઈ સોરેનને ભાજપમાં તેમના કદ અનુસાર સન્માન આપશે. અગાઉ ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેનની મોટી વહુ સીતા સોરેન પણ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયા હતા.

આદિવાસી મતો માટે અભિયાન

સોરેન પરિવાર બાદ હવે તેમના વફાદાર ચંપઈ સોરેનને ભાજપમાં સામેલ કરી પક્ષ આદિવાસીઓને સંદેશ આપવા માગે છે કે, ઝારખંડ મુક્તિ મોરચામાં તેમને સન્માન મળી રહ્યુ નથી. ચંપઈ સોરેનની વફાદારીના કારણે જ સોરેન પરિવારે હેમંત સોરેન જેલમાં જતાં તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે તેઓ પોતાની સાથે અપમાન થઈ રહ્યું હોવાની વાત કરી રહ્યા છે. ભાજપમાં સામેલ થયા બાદ ચંપઈ સોરેન આખા રાજ્યની મુલાકાત કરશે અને પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર વિશે આદિવાસી સમાજને જાણ કરશે.

મોટા નેતા સામેલ થતાં ભાજપનો હોદ્દો વધશે

ચંપઈ સોરેન પૂર્વ મુખ્યમંત્રી છે, કોલ્હાન ક્ષેત્રમાં આદિવાસી મતદાતાઓ વચ્ચે તેમની પકડ મજબૂત છે. ભાજપના રણનીતિકારો ભાજપમાં જોડાતાં પક્ષમાં માહોલ બનવાની અપેક્ષા છે. ચંપઈ સોરેનના અપમાનને ભાજપ આદિવાસી અસ્મિતા સાથે જોડી લોકોને પોતાની સાથે સામેલ કરશે. ચંપઈ સોરેન પક્ષમાં સામેલ થવાના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ રાંચી અથવા જમશેદપુરમાં યોજાઈ શકે છે. 



Google NewsGoogle News