MPમાં આ નેતા 15 મિનિટમાં બે વાર બન્યા મંત્રી, શપથ ગ્રહણમાં માર્યો લોચો

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
Ramniwas Rawat

IMAGE:

Twitter


MP's MLA took oath twice as a Minister: સોમવારે મધ્યપ્રદેશમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ મંગુભાઈ પટેલે રાજભવનમાં સંક્ષિપ્ત સમારોહમાં મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં રામનિવાસ રાવતને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ખાસ વાત એ છે કે રામનિવાસ રાવતે બે વખત મંત્રી પદના શપથ લેવા પડ્યા હતા.

રામનિવાસ રાવતે પહેલી વખત શપથ લેતી વખતે રાજ્યકક્ષાના મંત્રી ત્યાંથી નીકળી ગયા હતા. જેના કારણે બીજી વખત 'મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી'ને બોલાવીને શપથ લેવડાવ્યા હતા. હવે મોહન કેબિનેટમાં કુલ 31 મંત્રીઓ છે, 3 મંત્રી પદ હજુ પણ ખાલી છે. શ્યોપુર જિલ્લાની વિજયપુર વિધાનસભામાંથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા રામનિવાસ રાવત 30 એપ્રિલે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ છોડીને સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાયા હતા. રાવત ભાજપમાં જોડાયા હોવા છતાં તેમણે હજુ સુધી રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપ્યું નથી. 

જેલમાં કેદ સાંસદે કંગનાને લાફો મારનાર CISF કર્મીની પ્રશંસા કરી, કહ્યું - 'બહાદુર બહેનને મારું સમર્થન...'

ચૂંટણી રેલીમાં ભાજપમાં જોડાયા બાદ રામનિવાસ રાવત શાસક પક્ષમાં જોડાવાની ખાતરી કરવામાં અચકાતા હતા. મુખ્યમંત્રી યાદવ, જેઓ વિધાનસભા ચૂંટણી પછી 13 ડિસેમ્બર, 2023 ના રોજ કાર્યભાર સંભાળ્યો હતો, તેમણે 25 ડિસેમ્બરે તેમના મંત્રીમંડળમાં 30 ધારાસભ્યોનો સમાવેશ કર્યો હતો. રાવતના સમાવેશ સાથે કેબિનેટની સંખ્યા વધીને 31 થઈ ગઈ છે. મધ્યપ્રદેશ સરકારની કેબિનેટમાં કુલ 34 મંત્રીઓ બનાવવામાં આવી શકે છે. સીએમએ રામનિવાસ રાવતને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી મોહન યાદવે રામ નિવાસ રાવતને તેમની નવી જવાબદારી માટે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સીએમએ કહ્યું કે કેબિનેટમાં નવા સભ્યનું આગમન થયું છે. રાવત લાંબા સમયથી જાહેર જીવનમાં સક્રિય છે, તેઓ ચંબલ પ્રદેશના શ્યોપુર જેવા વિકાસની સંભાવના ધરાવતા જિલ્લાને અસરકારક પ્રતિનિધિત્વ આપી રહ્યા છે. કેબિનેટ મંત્રી હોવાના કારણે સમગ્ર કેબિનેટ અને રાજ્યના તમામ લોકોને તેમના અનુભવનો લાભ મળશે. 

  MPમાં આ નેતા 15 મિનિટમાં બે વાર બન્યા મંત્રી, શપથ ગ્રહણમાં માર્યો લોચો 2 - image


Google NewsGoogle News