રામલલા આજથી રોજ બપોરે એક કલાક આરામ કરશે, જાણો દર્શનનો નવો સમય...

બપોરે 12:30 થી 1:30 કલાક દરમિયાન રામલલા આરામ કરશે

16 જાન્યુઆરીના રોજ પહેલીવાર મંદિરમાં રામલલાએ આરામ કર્યો

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
રામલલા આજથી રોજ બપોરે એક કલાક આરામ કરશે, જાણો દર્શનનો નવો સમય... 1 - image
Image Twitter 

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ જામે છે. તેને જોતા અયોધ્યામાં આ શુક્રવાર તારીખ 16 ફેબ્રુઆરી 2024થી શ્રીરામ ભગવાનના શયન માટે નવી વ્યવસ્થા શરુ કરવામાં આવી છે. એટલે હવેથી રામ મંદિરમાં રામલલા બપોરે વિશ્રામ કરશે. ત્યાર બાદ થોડા સમય બાદ ફરીથી ભક્તોને દર્શન આપશે.

16 જાન્યુઆરીના રોજ પહેલીવાર મંદિરમાં રામલલાએ આરામ કર્યો

મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ રામ ભક્તોના ભારે ધસારો રહેતો હોવાના કારણે રામલલા આરામ કરી શકતા નથી. પ્રાણપ્રતિષ્ઠા બાદ આજે તા.16 ફેબ્રુઆરીને શુક્રવારે પહેલી વાર બપોરના સમયે આરામ કર્યો હતો. હવેથી ભક્તો રામલલાના દર્શન સવારના 7થી 11:30 સુધી અને ત્યાર બાદ 2થી લઈને સાંજના 7 વાગ્યા સુધી દર્શન કરી શકશે. આરતી અને ભોગ પછી રામલલા વિશ્રામ કરશે.

બપોરે 12:30 થી 1:30 કલાક દરમિયાન રામલલા આરામ કરશે

રામ મંદિર અયોધ્યા ખાતે બિરાજમાન ભગવાન રામલલા હવેથી ભક્તોને બપોરે એક કલાક દર્શન નહીં આપે. એટલે કે બપોરે 12:30 થી 1:30 કલાક દરમિયાન રામલલા આરામ કરશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભારે ભીડને કારણે હાલમાં રામલલા વહેલી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ભક્તોને દર્શન આપી રહ્યા છે. મોટાભાગના મુખ્ય મંદિરો બપોરના સમયે બંધ રહે છે, પરંતુ રામલલાનું મંદિર ખુલ્લું રાખવામાં આવતું હતું. જેમા અયોધ્યાના સંત સમાજે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેથી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે, 16 ફેબ્રુઆરી એટલે કે અચલા સપ્તમીના શુભ પર્વથી રામલલાના દર્શનનો સમય ફેરફાર કરવામાં આવ્યો છે.

અયોધ્યાના સંત સમાજે આ બાબતે વાંધો ઉઠાવતાં સમયમાં ફેરફાર કરાયો

પ્રાણ પ્રતિષ્ઠા બાદથી રામલલા ભક્તોને સવારે 7 થી રાત્રીના 10 વાગ્યા સુધી દર્શન આપતા હતાં. જેમા પાંચ આરતી અને ભોગનો સમયે પણ 15 મિનિટ માટે પડદો લગાવવામાં આવતો હતો. એટલે સતત 15 કલાક દર્શનના સમયગાળો હોવાથી રામલલાને આરામ કરવાનો સમય મળતો નહોતો. અયોધ્યાના સંત સમાજે તેના પર વાંધો ઉઠાવ્યો હતો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના અધિકારીઓ પણ માનતા હતા કે બાળ સ્વરૂપ રામ લલ્લાને સવારે 4 વાગે જગાડ્યા પછી આરામ ન કરવા દેવો એ અવ્યવહારુ છે. તેથી હવે 16 ફેબ્રુઆરીથી દર્શનનો સમયગાળો એક કલાક ઓછો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સર્વે ભક્તોએ નોંધ લેવી. 



Google NewsGoogle News