Get The App

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે આ રાજ્યોમાં જાહેર રજાની સાથે ડ્રાય ડે, હોટલ-ક્લબ રહેશે બંધ

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમ યોજાનાર છે

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે આ રાજ્યોમાં જાહેર રજાની સાથે ડ્રાય ડે, હોટલ-ક્લબ રહેશે બંધ 1 - image


Ramlala Pran Pratishtha : ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં ભવ્ય નિર્માણાધીન રામ મંદિરમાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન ઘણાં રાજ્યોમાં તમામ દેશી અને વિદેશી દારૂની દુકાનો, રેસ્ટોરન્ટ, બાર, હોટલ અને ક્લબ વગેરે પણ બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોમાં તેમજ સરકારી કચેરીઓ અડધા દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેન્દ્રિય કચેરીઓ અડધો દિવસ બંધ 

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમ યોજાનાર છે. આ દિવસે આમંત્રિત મહેમાનો કાર્યક્રમમાં સામેલ થશે જ્યારે કરોડો લોકો પોતાના ઘરે દીપ પ્રગટાવીને પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરશે. આ પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રિય કચેરીઓને અડધા દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સિવાય ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ગોવામાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડ સરકારે આ દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. 

આ રાજ્યોમાં ડ્રાય ડે રહેશે

આ સાથે કેટલાક રાજ્યોની સરકારે આ દિવસે ડ્રાય ડે જાહેર કર્યો છે એટલે કે આ દિવસે આ રાજ્યોમાં દારુ ખરીદી કે વહેંચી શકાશે નહીં. આ રાજ્યોમાં તમામ દેશી-વિદેશી દારૂની છૂટક દુકાનો, હોટલ, બાર ક્લબ વગેરે બંધ રહેશે. જે રાજ્યોમાં ડ્રાય ડે રહેશે તેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને આસામનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રાજ્યમાં પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે ડ્રાય ડે રહેશે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે આ રાજ્યોમાં જાહેર રજાની સાથે ડ્રાય ડે, હોટલ-ક્લબ રહેશે બંધ 2 - image


Google NewsGoogle News