રામલલાના ભક્તો માટે નવો આદેશ, પહેલા માળે પ્રવેશ પર પ્રતિબંધ, જાણો કેમ ટ્રસ્ટે લીધો આ નિર્ણય?
Ram Mandir Construction Work Update: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામલલાના ભક્તો માટે નવો આદેશ જારી કર્યો છે. જે મુજબ રામ મંદિરના પહેલા માળે સામાન્ય ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રથમ માળે ફક્ત વિશિષ્ટ પાસ ધારકો જ દર્શન કરી શકશે એવો આદેશ જારી કરવામાં આવ્યો છે જેનો તાત્કાલિક અમલ કરવામાં આવશે.
ભક્તોના હિત ધ્યાનમાં રાખીને પ્રતિબંધ મુકવામાં આવ્યો
બાંધકામના કામનો જગ્યાનો અભાવ હોવાના કારણે આ આદેશ લેવામાં આવ્યો છે. રામ દબાર પહેલા માળે બનશે. જેનું હાલ બાંધકામ ચાલી રહ્યું છે, તેમજ પહેલા માળે સ્તંભો પર પ્રતિમાઓ કોતરવામાં આવી રહી છે અને ત્યાં જગ્યા પણ ઓછી છે. આથી સામાન્ય ભક્તોના હિત ધ્યાનમાં રાખીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્રસ્ટનું કહેવું છે કે બાંધકામનું કામ પૂરું થતાં જ પહેલો માળ સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે.
બાંધકામ ચાલતું હોવાથી પહેલો માળ બંધ કરાયો
રામ મંદિરમાં બનાવવામાં આવનાર 5 મંડપમાંથી 3 મંડપમાં ગૂઢી, નૃત્ય અને રંગ પહેલા માળે રામ દરબારમાં બનાવવામાં આવશે. જેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેને નુકસાન ના થાય તેમજ કોઈ ભક્તને પણ ઈજા ન પહુંચે તે માટે હાલ તેને બંધ કરવામાં આવ્યું છે.
શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે મંદિરની ફરતે દિવાલ બનાવવામાં આવતી હોવાથી પહેલા અને બીજા માળે બાંધકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ડિસેમ્બર 2024 સુધીમાં મંદિરનું સંપૂર્ણ નિર્માણ કરવાનું લક્ષ્ય છે.
રામ મંદિરમાં 25 પ્રતિમાઓ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક
રામ મંદિરમાં 25 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે, જે જયપુરમાં મળેલા પ્રખ્યાત મકરાણા સફેદ પથ્થરની હશે. 4 શિલ્પકારો આ પ્રતિમાઓ કોતરશે. તેમને રામ દરબાર પણ બનાવવામાં આવશે. જેના માટે ચાર લોકોની ટીમ તેની ડિઝાઇન બનાવી રહી છે. ડિસેમ્બર 2024 સુધીમાં પ્રતિમાઓ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે.