Get The App

NIAને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના આતંકી શોએબ મિર્ઝાની કરી ધરપકડ, ચાર રાજ્યોમાં દરોડા

Updated: May 24th, 2024


Google NewsGoogle News
NIAને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના આતંકી શોએબ મિર્ઝાની કરી ધરપકડ, ચાર રાજ્યોમાં દરોડા 1 - image


Rameshwaram Cafe Blast: NIAએ શુક્રવારે (24 મે) રામેશ્વર કેફે બ્લાસ્ટ મામલે ચાર રાજ્યોમાં કાર્યવાહી કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી તરીકે થઈ છે. આરોપીનું નામ શોએબ અહમદ મિર્ઝા ઉર્ફ છોટૂ (35 વર્ષ) જે કર્ણાટકના હુબલી શહેરનો રહેવાસી છે. આ મામલે ધરપકડ થનારો આ પાંચમો આરોપી છે, જે લશ્કર-એ-તૈયબા આતંકવાદી ષડયંત્ર મામલે પહેલા પણ ગુનેગાર છે.

જેલથી મુક્ત થયા બાદ એક નવું ષડયંત્ર રચ્યું

NIAની તપાસમાં જાણવા મળ્યું કે, શોએબ મિર્ઝા, જે પહેલા લશ્કર-એ-તૈયબા બેંગલુરૂ મામલે દોષિત જાહેર કરાયા હતા, જેલથી મુક્ત થયા બાદ તે વધુ એક ષડયંત્રમાં જોડાયો. તપાસમાં એ સામે આવ્યું કે આરોપી અહમદ મિર્ઝાએ વર્ષ 2018માં અબ્દુલ મથીન તાહાને ઓનલાઈન હેન્ડલરથી મિલાવ્યો, જેના વિદેશમાં હોવાની શંકા હતી. અહમદે આ વચ્ચે એન્ક્રિપ્ટેડ સંચાર માટે એક ઈમેઈલ આઈડી પણ ઉપલબ્ધ કરાવ્યું.

ચાર રાજ્યોમાં NIAએ દરોડા પાડ્યા

અબ્દુલ મથીન તાહાની આ મામલે 12 એપ્રિલે કોલકાતામાં વધુ એક આરોપી મુસાવિર હુસૈન શાજિબની સાથે ધરપકડ કરાઈ હતી. NIAએ મંગળવાર (21 મે)ને આ વિસ્ફોટ પાછળના સમગ્ર ષડયંત્રના પર્દાફાશ કરવા અને અન્ય આરોપીઓની ઓળખ કરવા માટે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. NIAની ટીમે આ મામલે કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 11 સ્થળો પર દરોડા પાડ્યા હતા.



Google NewsGoogle News