Get The App

ભાજપના વિવાદિત નેતા રમેશ બિધૂડીને મહિલા વિરોધી ટિપ્પણી ભારે પડી! ટિકિટ છીનવી લેવા પક્ષમાં મંથન

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
ભાજપના વિવાદિત નેતા રમેશ બિધૂડીને મહિલા વિરોધી ટિપ્પણી ભારે પડી! ટિકિટ છીનવી લેવા પક્ષમાં મંથન 1 - image


Delhi Assembly Election: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડનારા ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ રમેશ બિધૂડીના અપમાનજનક નિવેદનોના કારણે પક્ષ ટેન્શનમાં છે. ચૂંટણી પંચે પણ તેનો વિરોધ કરતાં હવે પક્ષ બિધૂડી વિરુદ્ધ એક્શન લઈ શકે છે. આ મુદ્દે પક્ષમાં ચર્ચા થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. 

બિધૂડીના નિવેદનોથી ભાજપની છબી ખરડાઈ

બિધૂડીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને બાદમાં આતિશી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જેના લીધે મત વિસ્તાર સહિત દિલ્હીમાં ભાજપની છબી ખરડાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ છબી સુધારવા માટે ભાજપ બિધૂડીની ટિકિટ રદ કરી મહિલા ઉમેદવારને મેદાન પર ઉતારી શકે છે.

આ પણ વાંચોઃ 'મતદારો આવા નેતાઓનો વિરોધ કરે', રમેશ બિધૂડીના નિવેદનોથી મુખ્ય ચૂંટણી અધિકારી લાલઘૂમ

બિધૂડીની ટિકિટ કાપવા સહમતિ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પણ કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડવાના છે. બિધૂડીના નિવેદનો બાદ ભાજપ સંગઠનની ઓછામાં ઓછી બે બેઠકો થઈ ચૂકી છે. જેમાં તેમની ટિકિટ કાપવા સહમતિ મળી છે. દક્ષિણ દિલ્હીમાંથી બે વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બિધૂડી ગુર્જર સમુદાયના દિગ્ગજ નેતા છે. ભાજપના સૂત્રે જણાવ્યું કે, આતિશી તેમજ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ બિધૂડીના નિવેદનના કારણે પક્ષ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ તેમને ફિટકાર પણ લગાવી છે. તેમજ તેમના સ્થાને કોઈ મહિલાને કાલકાજીની ટિકિટ આપવા વિચારણા થઈ રહી છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રસ્તા બનાવીશું: ભાજપ નેતા બિધૂડીનું વિવાદિત નિવેદન, કોંગ્રેસ ભડકી

ચૂંટણી કમિશ્નરે પણ બિધૂડીનો વિરોધ કર્યો

ગઈકાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ ચૂંટણી પંચના કમિશ્નર રાજીવ કુમારે બિધૂડીના મહિલા વિરોધી નિવેદનોની આકરી ટીકા કરતાં તેને અત્યંત નિમ્ન કક્ષાના નિવેદનો ગણાવ્યા હતા. તેમજ તેમના વિરુદ્ધ કાર્યવાહીનો ભાર મતદારો પર છોડ્યો હોવાનું જણાવ્યું હતું. ભાજપ પણ કાલકાજી બેઠક પરથી હારનો સામનો ન કરવો પડે તે હેતુ સાથે બિધૂડીની ટિકિટ રદ કરી તેના સ્થાને મહિલા ઉમેદવારને ટિકિટ આપશે.

ભાજપના વિવાદિત નેતા રમેશ બિધૂડીને મહિલા વિરોધી ટિપ્પણી ભારે પડી! ટિકિટ છીનવી લેવા પક્ષમાં મંથન 2 - image


Google NewsGoogle News