Get The App

પ્રિયંકા ગાંધી બાદ CM આતિશી પર રમેશ બિધૂડીનું વિવાદિત નિવેદન, AAP-કોંગ્રેસ ગુસ્સે ભરાયા

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
પ્રિયંકા ગાંધી બાદ CM આતિશી પર રમેશ બિધૂડીનું વિવાદિત નિવેદન, AAP-કોંગ્રેસ ગુસ્સે ભરાયા 1 - image


Ramesh Bidhuri Statement Controversy: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજધાનીમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ વચ્ચે વિવાદિત નિવેદનબાજી પણ થવા લાગી છે. ભાજપના વિવાદિત નેતા અને કાલકાજી વિધાનસભા બેઠકથી ઉમેદવાર રમેશ બિધૂડીએ આજે પ્રિયંકા ગાંધી બાદ મુખ્યમંત્રી આતિશી પર વિવાદિત નિવેદન આપ્યું છે. થોડા કલાક પહેલા જ તેમણે પોતાના વિવાદિત નિવેદનને લઈને 'X' પર પોસ્ટ કરીને માફી માગી હતી. 

આતિશી અંગે શું બોલ્યા ભાજપ નેતા રમેશ બિધૂડી?

ભાજપ નેતા રમેશ બિધૂડી રવિવારે રોહિણીમાં આયોજિત પાર્ટીની 'પરિવર્તન રેલી'ને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ તો પોતાનો બાપ જ બદલી નાખ્યો. તે માર્લિનાથી સિંહ થઈ ગઈ.' સ્ટેજથી તેઓ પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા, જ્યારે તેમણે કહ્યું કે, અરે આ માર્લેના, આ તો સિંહ બની ગઈ ભાઈ. આ તેમનું ચરિત્ર છે. સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરૂની માફી માટે માર્લેનાની માતા અને પિતાએ અરજી કરી હતી. કેજરીવાલે બાળકોના સોગંદ ખાધા હતા કે કોંગ્રેસની સાથે નહીં જાઉં.'

પ્રિયંકા ગાંધી પર શું બોલ્યા હતા રમેશ બિધૂડી?

કાલાકાજી વિસ્તારમાં ભાજપના એક કાર્યક્રમમાં આપવામાં આવેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'કાલાકાજીના રોડ પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું.' આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટી સુધીના નેતાઓએ રમેશ બિધૂડીની ટીકા કરી અને તેને મહિલાઓનું અપમાન ગણાવ્યું. 

મુખ્યમંત્રી આતિશીએ આપી પ્રતિક્રિયા

રમેશ બિધૂડીના નિવેદન પર દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, ભાજપ એક મહિલા વિરોધી પાર્ટી છે, આ ડરામણુ છે કે દિલ્હીમાં કાયદા-વ્યવસ્થાની સમસ્યા ભાજપ સરકારને આધીન છે. જો ભાજપ નેતા રમેશ બિધૂડી એવી અભદ્ર ટિપ્પણી કરે છે, તો પાર્ટી મહિલાઓને કેવી રીતે સુરક્ષા આપી શકશે? માત્ર કાલકાજી જ નહીં, મને વિશ્વાસ છે કે દિલ્હીના તમામ મતદારો રમેશ બિધૂડી દ્વારા આપવામાં આવેલા નિવેદનનો જડબાતોડ જવાબ આપશે.

દિલ્હીની મહિલાઓ લેશે બદલો: પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પર વ્યક્તિગત હુમલા પર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'ભાજપ નેતાઓએ બેશરમીની તમામ હદો પાર કરી દીધી છે. ભાજપના નેતા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી જીને ખરાબ-ખરાબ ગાળો આપી રહ્યા છે. એક મહિલા મુખ્યમંત્રીનું અપમાન દિલ્હીની જનતા સહન નહીં કરે. દિલ્હીની તમામ મહિલાઓ તેનો બદલો લેશે.'

આ પણ વાંચો: બંગાળમાં 'દીદી'ના હાથમાંથી ખસી રહી છે TMC! ભત્રીજા અભિષેક બેનરજીએ જ વધાર્યું ટેન્શન

આ નાની-મોટી વાતો છે: શશિ થરૂર

પ્રિયંકા ગાંધી પર રમેશ બિધૂડીએ આપેલા નિવેદન અંગે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે, 'સાચું કહું તો મને લાગે છે કે આ નાની-મોટી વાતો છે. અમે આ વાતોમાં ન પડવું જોઈએ. અમારા માટે સૌથી વધુ જરૂરી એ છે કે લોકો એકબીજાનું સન્માન કરે અને રાજનીતિમાં એકબીજાનો અનાદર ન કરે. આપણ વચ્ચે મતભેદ હોય શકે છે પરંતુ તેનો મતલબ એ નથી કે કોઈની સાથે અનાદર ન કરવો જોઈએ. અમે ભાજપના લોકો અંગે એવી વાત નથી કરી રહ્યા, એમને પણ અમારી અંગે એવું ન કહેવું જોઈએ.'

તેને જૂતા મારવા જોઈએ: ચંદ્રશેખર આઝાદ

પ્રિયંકા ગાંધી પર આપેલા નિવેદન અંગે આઝાદ સમાજ પાર્ટી પ્રમુખ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, 'આ ખુબ નિમ્ન ટિપ્પણી છે, જે સાંસદે આ ટિપ્પણી કરી છે તેમણે પહેલા પણ આવી વાતો કરી છે. આ રાજનીતિનું ઘટતું સ્તર છે. રાજનીતિમાં આવી નિવેદનબાજીની કોઈ જગ્યા નથી. આવી ટિપ્પણીથી મહિલાઓ તેમનાથી ખુશ નથી થઈ, આવી ટિપ્પણી કરનારાઓને જૂતા મારવા જોઈએ. ભાજપને આવી ટિપ્પણી માટે તેમને જવાબ પૂછવો જોઈએ.'

આ પણ વાંચો: ઝોળી ભરીને પૈસા આપ્યા, પણ દિલ્હીના સત્તાધીશો શીશમહેલ બનાવવામાં વ્યસ્તઃ PM મોદીનો પ્રહાર

પ્રિયંકા ગાંધી પર આપેલા નિવેદન પર માગી હતી માફી

રમેશ બિધૂડીએ 'X' પોસ્ટમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય નેતાને ટેગ કરીને લખ્યું હતું કે, 'કોઈ સંદર્ભમાં મારા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર કેટલાક લોકો ખોટી ધારણાથી રાજનીતિક લાભ લેવા માટે સોશિયલ મીડિયા પર નિવેદન આપી રહ્યા છે. મારો આશય કોઈને અપમાનિત કરવાનો ન હતો. પરંતુ તેમ છતાં પણ કોઈ વ્યક્તિને દુઃખ થયું હોય તો હું ખેદ વ્યક્ત કરું છું.'

પોતાના નિવેદન અંગે શું બોલ્યા રમેશ બિધૂડી


 અન્ય નેતાઓએ પણ આપી પ્રતિક્રિયા



Google NewsGoogle News