'...તો આ કારણે અજિત પવારને મોદી કેબિનેટમાં સ્થાન ન મળ્યું', NDAના કદાવર નેતાએ કર્યો ખુલાસો

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
Ramdas Athawale

Image: IANS



Ramdas Athawale slams Mallikarjun Kharge: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે એનડીએ ગઠબંધનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે એનડીએની સરકાર કોઈપણ સમયે પડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે એનડીએ સરકાર ભૂલથી બની છે. નરેન્દ્ર મોદી પાસે જનાદેશ નથી. તે લઘુમતવાળી સરકાર છે. આ સરકાર ગમે ત્યારે ગબડી શકે તેમ છે. અમે ઇચ્છા છે કે સરકાર ચાલતી રહે. જે દેશ માટે સારું છે.

એનડીએની સરકાર મજબૂતીથી ચાલશે : રામદાસ અઠાવલે

મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન બાદ એનડીએ ગઠબંધનના નેતા અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (અઠાવલે)ના નેતા રામદાસ અઠાવલેએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે હું મલ્લિકાર્જુન ખડગેને પૂછવા માંગુ છું કે જ્યારે મનમોહનસિંહજીની સરકાર બની હતી ત્યારે કોંગ્રેસ પાસે બહુમતી નહોતી,તેમ છતાં તેમની સરકાર દસ વર્ષ ચાલી હતી. આજના સમયે ભાજપ પાસે 240 બેઠકો છે. જો યુપીએની સરકાર દસ વર્ષ ચાલી તો એનડીએની આ સરકાર કેમ નહીં ચાલે.

તેમણે આગળ જણાવ્યું કે "ખડગેજી મારી સલાહ છે કે તે વિપક્ષની ભૂમિકા નિભાવે". ખડગેએ જણાવ્યું હતું કે આપણે દેશને મજબૂત બનાવવા માત્ર મળીને કામ કરવું જોઈએ. પરંતુ અમારા વડાપ્રધાનની ટેવ છે કે, તે કોઈપણ વસ્તુને ચાલવા દેતા નથી. પરંતુ અમે દેશને મજબૂત બનાવવા માટે સહયોગ કરીશું.

એનસીપી (અજિત પવાર)જૂથના નેતાને મંત્રીપદ ન મળવા પર અઠાવલેએ શું કહ્યું ?

અઠાવલેએ આ મુદ્દા પર જણાવ્યું હતું કે તેમની પાર્ટીનો એક સાંસદ ચૂંટણી જીતીને આવ્યો છે. જોકે ભાજપ તરફથી એક રાજયમંત્રી પદ આપવાની ઓફર કરાઈ હતી પરંતુ શપથગ્રહણમાં તેમના પક્ષના નેતા સામેલ થયા નહોતા. પ્રફુલ્લ પટેલ ખુદ મંત્રી બનવા ઇચ્છતા હતા. પરંતુ તે શક્ય નહોતું કેમ કે અન્ય ઘણા પક્ષો હતા.



Google NewsGoogle News