Get The App

PM મોદીના મંત્રીનો યોગ કરતો VIDEO વાયરલ, તમે પણ હસી પડશો! કોમેન્ટ્સનું પૂર આવ્યું

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Ramdas Athawale


Ramdas Athawale Viral Video: આજે 21મી જૂને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમામ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ વગેરેએ યોગ કર્યા હતા. એવામાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનો યોગ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

કેન્દ્રીય મંત્રીએ પેન્ટ અને ટીશર્ટ પહેરીને યોગ કર્યા

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મુંબઈના દાદરમાં યોગ કર્યા હતા. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ પેન્ટ અને ટીશર્ટ પહેરીને યોગ કરતા દેખાય છે. યોગ કરતી વખતે તે એકદમ શાંત અને શક્તિહીન દેખાઈ રહ્યા છે. એવામાં હવે વીડિયો  વાયરલ થતા લેના પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. 

રામદાસ આઠવલેના યોગ વીડિયો પર લોકોએ કરી કોમેન્ટ 

એક યુઝર કહે છે કે, 'તે રોજ યોગ નથી કરતા અને આજે પણ યોગ કરવાનો માત્ર ઢોંગ કરે છે.' જ્યારે કોઈએ કહ્યું કે 'તેની તબિયત સારી નથી, તેમ છતાં તેમણે યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.' 

તો અન્ય એક યુઝરે લખ્યું કે 'આઠવલેજી, તમારે યોગ કરવાની શું જરૂર છે, તમે ગો ફેટ ગો કહી દો.' તો અન્ય યુઝરે કહ્યું કે, 'તમારે આરામદાયક કપડાં પહેરવા જોઈએ. પેન્ટ કોણ પહેરે, યાર!' તો અન્ય એ લખ્યું કે, 'તે મને સ્લો મોશન યોગ જેવું લાગે છે.'

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, 'આ વીડિયો જોયા પછી લોકો રામદાસ આઠવલેની મજાક ઉડાવી રહ્યા છે, પરંતુ જે રીતે તેમણે તબિયત ખરાબ હોવા છતાં પણ યોગ કર્યા છે એ બાબતે તેમના પ્રયાસોની પ્રશંસા થવી જોઈએ.' 

અન્ય યુઝરે લખ્યું કે આ જ કારણ છે કે તે દરેક વખતે કેન્દ્રીય મંત્રી બને છે, તે જાણે છે કે મોદીજીને કેવી રીતે ખુશ કરવા. તબિયત ખરાબ હોવા છતાં પણ યોગ કરવું સરળ નથી.'

PM મોદીના મંત્રીનો યોગ કરતો VIDEO વાયરલ, તમે પણ હસી પડશો! કોમેન્ટ્સનું પૂર આવ્યું 2 - image



Google NewsGoogle News