રામચરિતમાનસ કેસ મામલે હવે કથા વાચક જયા કિશોરીએ કરી આ વાત
નવી દિલ્હી,તા.1 ફેબ્રુઆરી 2023,બુધવાર
ઉત્તર પ્રદેશમાં રામચરિતમાનસ પર સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું વિવાદિત નિવેદન અટકે તેમ લાગતું નથી. રામચરિતમાનસની પણ નકલો સળગાવવાના સમાચાર છે. આ બધાની વચ્ચે કથાકાર જયા કિશોરીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
મધ્ય પ્રદેશના નાગડા શહેરમાં બુધવારથી જયા કિશોરીની ભાગવત કથાનું આયોજનનાં એક દિવસ પહેલા જ તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ મુદ્દે વાત કરી છે. જયા કિશોરીએ આ માટે રામચરિતમાનસ ચૌપાઈનો સહારો લીધો છે.
बुध बिश्राम सकल जन रंजनि।
रामकथा कलि कलुष बिभंजनि॥
रामकथा कलि पंनग भरनी।
पुनि बिबेक पावक कहुँ अरनी॥
જેનો અર્થ એ થયો કે રામકથા પંડિતોને આરામ આપનારી છે, માણસને પ્રસન્ન કરાવનારી છે, પાપોનો નાશ કરાવનાર છે. રામકથા કળયુગનાં સાપ સામે મોર છે અને અંતઃકરણના રૂપમાં અગ્નિ પ્રગટ કરનાર અરની મહારાણી છે, જેને ઘસીને અગ્નિના સંપર્કમાં લાવવામાં આવે છે.
વાસ્તવમાં રામચરિતમાનસની નકલો સળગાવવા અંગેના ટ્વીટના જવાબમાં જયા કિશોરીએ ટ્વીટર પર તેને ટાંકીને વાત કરી હતી.
સ્વામી પ્રસાદ મૌર્ય પોતાના નિવેદન પર અડગ
દેશભરમાં તેમના આ નિવેદન પર હોબાળો મચ્યો હોવા છતાં સ્વામી પ્રસાદ મૌર્ય આજે પણ તેમની વાત પર અડગ છે. જે સંતો-મહંતો તેમને ગાળો આપી રહ્યા છે, તેમણે વિચારવું જોઇએ કે ધર્મનો દુરુપયોગ શું હોઇ શકે.
નાગદામાં થઈ રહી છે મોટી ઘટના
નાગદામાં હિન્દુ સનાતન જાગૃતિ મંચ દ્વારા સાત દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લાખો લોકો હાજર રહે તેવી શક્યતા છે. તેનું આયોજન ભાજપના સ્થાનિક સાંસદ અનિલ ફિરોઝિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે.