Get The App

'તેઓ સંઘના સંચાલક હોઈ શકે છે, હિન્દુ ધર્મના...', મોહન ભાગવતના નિવેદન પર રામભદ્રાચાર્યનો વળતો પ્રહાર

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
'તેઓ સંઘના સંચાલક હોઈ શકે છે, હિન્દુ ધર્મના...', મોહન ભાગવતના નિવેદન પર રામભદ્રાચાર્યનો વળતો પ્રહાર 1 - image


Rambhadracharya's Counterattack on Mohan Bhagwat's Mosque Statement: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે આ તેમનું અંગત નિવેદન હોઈ શકે છે. તે સંઘના સંચાલક હોઈ શકે, હિન્દુ ધર્મના નહીં. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, કેટલાક લોકો મંદિર-મસ્જિદ સાથે જોડાયેલા મુદ્દો એટલા માટે ઉઠાવે છે, કે જેથી કરીને તેઓ પોતાને હિન્દુઓના નેતા તરીકે સ્થાપિત કરી શકે, ખાસ કરીને રામ મંદિરના સંદર્ભમાં આવી બાબતો વધુ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: કેજરીવાલનો વિપક્ષ પર મોટો આરોપ, 'અત્યારથી મત ખરીદવાનું કામ શરૂ, 1000 રૂપિયા આપી રહ્યા છે'

તેઓ સંઘના સંચાલક હોઈ શકે છે. હિન્દુ ધર્મના નહીં

આરએસએસના વડા મોહન ભાગવતના આ નિવેદન પર મીડિયા સાથે વાત કરતા સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે કહ્યું, "તેમનું આ નિવેદન વ્યક્તિગત હોઈ શકે છે, તેની સાથે અમારી કોઈ લેવાદેવા નથી, કારણ કે તેઓ અમારા અનુશાસનવાદી નથી. તેઓ સંઘના સંચાલક હોઈ શકે છે. હિન્દુ ધર્મના નહીં. અમારું ધ્યાન હંમેશા ધર્મના અનુશાસન અને સત્ય પર રહે છે, જ્યાં જ્યાં હિન્દુ ધર્મના પ્રમાણિત સ્થળ છે, ત્યાં અમારી હાજરી હશે."

આ પણ વાંચો: IRCTCએ ખાનગી ટ્રેનોના મોડા આવવા પર વળતર આપવાનું કર્યું બંધ, RTIમાં મોટો ખુલાસો

હિન્દુઓએ એક થવું જોઈએ, ધ્રુવીકરણ ન થવું જોઈએ

તેમણે કહ્યું, "જ્યાં પણ પ્રાચીન મંદિરોના પુરાવા મળશે, અમે તેને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. અમારા માટે આ કોઈ નવી કલ્પના નથી, પરંતુ સત્યના આધારે આપણી સંસ્કૃતિ અને ધર્મની જાળવણી છે." તેમણે ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા દરમિયાન માર્યા ગયેલા લોકોની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે હિન્દુઓએ એક થવું જોઈએ, તેમનું ધ્રુવીકરણ ન થવું જોઈએ.


Google NewsGoogle News