Get The App

રામકથાની મંજૂરી ન મળતા ધર્મગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું- 'હવે સરકાર બદલશે પછી જ ગાંધી મેદાનમાં કથા કહીશ'

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
રામકથાની મંજૂરી ન મળતા ધર્મગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું- 'હવે સરકાર બદલશે પછી જ ગાંધી મેદાનમાં કથા કહીશ' 1 - image


Image Source: Twitter

- બિહારમાં લાંબા સમય સુધી જંગલરાજ અને ગુંડારાજ નહીં ચાલે: ધર્મગુરુ રામભદ્રાચાર્ય

બેતિયા, તા. 05 નવેમ્બર 2023, રવિવાર

ધર્મગુરુ રામભદ્રાચાર્યને 2 ડિસેમ્બરના રોજ પટનાના ગાંધી મેદાનમાં રામકથાની મંજૂરી ન મળતા તેઓ નારાજ થઈ ગયા છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા તેમણે કહી દીધુ કે, હવે હું સરકાર બદલશે પછી જ ગાંધી મેદાનમાં કથા કહીશ. ચિત્રકૂટ તુલસી પીઠના પીઠાધીશ્વર જગતગુરૂ સ્વામી રામભદ્રાચાર્ય હાલમાં બિહાર પશ્ચિમી ચંપારણના રામનગરમાં રામકથા કહી રહ્યા છે.

સરકાર હટાવીને ગાંધી મેદાનમાં કથા કહેવા જઈશ

તેમણે કહ્યું કે, 2 ડિસેમ્બરથી પટના ગાંધી મેદાનમાં કથાનું આયોજન થવાનું હતું. એક વર્ષથી કાર્યક્રમ પ્રસ્તાવિત હતો પરંતુ પટના કમિશનરે મંજૂરી ન આપી. તેમણે આગળ એ પણ કહ્યું કે, બિહારમાં લાંબા સમય સુધી જંગલરાજ અને ગુંડારાજ નહીં ચાલશે. ગાંધી મેદાન આ જ દેશનો હિસ્સો છે. હવે તમને હટાવીને જ પટનાના ગાંધી મેદાનમાં કથા કહેવા જઈશ.

રામચરિતમાનસ ટૂંક સમયમાં રાષ્ટ્ર ગ્રંથ બની જશે

રામભદ્રાચાર્યએ આગળ દાવો કર્યો કે, રામચરિતમાનસ ટૂંક સમયમાં રાષ્ટ્ર ગ્રંથ બની જશે અને તેની નિંદા કરનારાઓ પર રાજદ્રોહનો કેસ નોંધાઈ શકે છે. તેમણે એલાન કરતા કહ્યું કે, જાતિવિહીન સનાતન વૈદિક હિન્દુ ધર્મનો હું સમર્થક છું. જે પણ રામ કૃષ્ણને માને છે તો હિન્દુ મારા માટે પૂજ્ય છે.

સંતની હુંકારથી સરકાર ડરી ગઈ

આ અગાઉ શુક્રવારે તેમણે કહ્યું હતું કે, બિહાર સરકાર મારા જેવા સંતની હુંકારથી ડરી ગઈ છે. તેમણે કહ્યું કે મેં શિક્ષણ મંત્રી ચંદ્રશેખર સાથે રામચરિત માનસ પર ચર્ચાની વાત કહી દીધી તો સરકાર ડરી ગઈ છે. રામભદ્રાચાર્યએ રામચરિત માનસને લઈને ચંદ્રશેખરના નિવેદન પર કહ્યું કે તેમણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. હું તેમને પડકાર ફેંકુ છું કે, તેઓ મારી સાથે રામચરિત માનસ પર ચર્ચા કરે. આ ગ્રંથમાં રાષ્ટ્ર વિરોધી કોઈ વાત કહેવામાં નથી આવી. 

રામભદ્રાચાર્યએ દાવો કર્યો હતો કે, 2024માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે. તેમાં કોઈ શંકા નથી. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી દેશભરના લોકો ખુશ છે પછી ભલે સનાતન ધર્મના વિરોધીઓ દુ:ખી હોય. 



Google NewsGoogle News