જમ્મુ પોલીસે મોટાપાયે ચાલતા ડ્રગ સ્મગલરનો કર્યો પર્દાફાશ, બે સ્મગલરની ધરપકડ સાથે 300 કરોડનું ડ્રગ્સ જપ્ત

આ કોકેઇનની કાળા બજારમાં કિંમત 300 કરોડ રૂપિયા છે

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
જમ્મુ પોલીસે મોટાપાયે ચાલતા ડ્રગ સ્મગલરનો કર્યો પર્દાફાશ, બે સ્મગલરની ધરપકડ સાથે 300 કરોડનું ડ્રગ્સ જપ્ત 1 - image

Jammu Two Drugs Smugglers Arrested : જમ્મુમાં રામબન પોલીસે ડ્રગ્સ સ્મગલરોની ધરપકડ કરી છે. પોલીસે દાણચોરો પાસેથી 300 કરોડ રૂપિયા(300 Crore Rupees Drugs)નું કોકેઈન જપ્ત કર્યું છે. રામબન પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરી દીધા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી

જમ્મુના ADGP મુકેશ સિંહે જણાવ્યું હતું કે રામબન પોલીસે રેલવે ચોક બનિહાલમાં એક વાહનને રોક્યું હતું અને લગભગ 30 કિલો કોકેઇન જપ્ત કર્યું હતું. જપ્ત કરાયેલા આ કોકેઇનની કાળા બજારમાં કિંમત 300 કરોડ રૂપિયા છે. આ મામલે બે વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. પીએસ બનિહાલમાં NDPS એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

  જમ્મુ પોલીસે મોટાપાયે ચાલતા ડ્રગ સ્મગલરનો કર્યો પર્દાફાશ, બે સ્મગલરની ધરપકડ સાથે 300 કરોડનું ડ્રગ્સ જપ્ત 2 - image


Google NewsGoogle News