ઉત્તરાખંડની મદરેસાઓમાં ભણાવાશે 'રામાયણ'ના પાઠ, વક્ફ બોર્ડે લીધો નિર્ણય
અગાઉ ઉત્તરાખંડની મદરેસાઓમાં બાળકોને સંસ્કૃત ભણાવવાની જાહેરાત કરવામાં આવી હતી
Uttarakhand Madrasa: ઉત્તરાખંડની મદરેસાઓમાં બાળકોને રામાયણના પાઠ ભણાવવામાં આવશે. તેને આગામી સત્રથી 117 મદરેસામાં લાગુ કરવામાં આવશે. ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે કહ્યું છે કે 'વક્ત બોર્ડ હેઠળ આવતી મદરેસામાં બાળકોને સંસ્કૃત અને રામાયણના પાઠ ભણાવાશે.'
વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે કહ્યું કે 'ભારતમાં મુસ્લિમોએ ધર્મ પરિવર્તન કર્યું છે, પરંતુ તેમના પૂર્વજોની પરંપરાને જાળવી રાખવી તેમની પ્રાથમિકતા છે. તેથી મદરેસાઓમાં પરિવર્તન લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓના શિક્ષણને સુધારવા માટે એક હાથમાં કુરાન અને બીજા હાથમાં લેપટોપ આપવાનું વચન આપ્યું છે.
નિષ્ણાત શિક્ષકોની ભરતી કરવામાં આવશે
મદરેસાઓમાં બાળકોને રામાયણના પાઠ ભણાવવા માટે નિષ્ણાત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ પુસ્તકો દ્વારા બાળકોને ભગવાન રામના સમગ્ર જીવન ઇતિહાસ ભણાવાશે. અગાઉ પણ ઉત્તરાખંડની મદરેસાઓમાં બાળકોને સંસ્કૃત ભણાવવાની વાત પણ થઈ હતી. મુસ્લિમ મૌલાનાઓ તરફથી આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો.