હનીપ્રીતે કડવા ચોથનું વ્રત રાખ્યું હતુ કે નહીં?
- એક તરફ પોલીસે કહ્યું તેણે 6 રોટલી આરોગી
- બીજી તરફ પાણી પીને દિવસ પસાર કર્યો હતો આવું જાણવા મળ્યુ
નવી દિલ્હી, તા. 9 ઓક્ટોબર 2017
ગઈકાલે કડવા ચોથનુ વ્રત હોવાથી હનીપ્રીતે વ્રત રાખ્યુ હતુ કે નહીં તે બાબતે વાદવિવાદ જોવા મળી રહ્યો છે.
હનીપ્રીત ઈન્સા સાથે પૂછપરછ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે દરરોજ બે-ત્રણ રોટલી ખાનાર હનીપ્રીતે રવિવારે કુલ 6 રોટલી ખાધી. ત્યારબાદ લોકઅપમાં મોજથી ફરી. આનો અર્થ એ કે તેણે વ્રત રાખ્યુ નહોતુ.
હનીપ્રીત જેલમાં જમવા બાબતે વારંવાર પૂછવા છતાં ના પાડતી રહી હતી. અમુક સમયે તે ડેરાની વાતો યાદ કરતા કરતા ભાવુક પણ બની જતી હતી.
વ્રતના કારણે પોલીસે પણ સામાન્ય પૂછપરછ કરી હતી. બીજી તરફ એવુ જાણવા મળી રહ્યુ છે કે હનીપ્રીતે ગઈ કાલે આખો દિવસ પાણી પીને પસાર કર્યો હતો. આનો અર્થ એમ થાય કે હનીપ્રીતે કડવા ચોથનું વ્રત રાખ્યુ હતુ.
જોકે હનીપ્રીતે જેલમાં 1 દિવસ અગાઉ લોકઅપમાં એક મહિલા સાથે કડવા ચોથ વિશે પૂછ્યુ હતુ. હનીપ્રીત ઈન્સા પહેલા કહેતી કે લોકો વ્રત રાખે છે જે તેમનું સૌભાગ્ય હોય છે અને હું વ્રત મારા પાપા માટે રાખુ છુ, જે મારી માટે બંને દુનિયાનું સૌભાગ્ય છે.
ગુરમીત રામ રહિમ કડવાચોથના દિવસે ડેરા સચ્ચા સોદામાં પોતે ચાંદ બનીને બેસતો હતો. તેની સ્ત્રી ભક્તો ચાંદને જોવાના બદલે ચારણીથી તેને જોઈને જ વ્રત છોડતા હતા. પરંતુ આ વખતે રામ રહિમના જેલમાં હોવાના કારણે ડેરા સચ્ચા સોદામાં કડવા ચોથના દિવસે મૌન જોવા મળ્યુ હતુ.
ડેરાના કેટલાક પૂર્વ સેવકોએ ગુરમીત રામ રહિમ પર નાની-નાની બાળકીઓ સાથે જબરદસ્તી વ્રત રખાવીને ભૂખ્યા તરસ્યા રહેવા મજબૂર કરવાનો આરોપ લગાવ્યો હતો.
લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો