VIDEO | રામલલાના થયા દિવ્ય દર્શન, વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ, વડાપ્રધાન મોદીએ કહ્યું- રામ ભારતનું ગૌરવ છે, આગ નહીં ઊર્જા છે...

22 જાન્યુઆરી એટલે કે આજના દિવસે ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News

VIDEO | રામલલાના થયા દિવ્ય દર્શન, વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ, વડાપ્રધાન મોદીએ કહ્યું- રામ ભારતનું ગૌરવ છે, આગ નહીં ઊર્જા છે... 1 - image

Ram Mandir and Ram Temple Event Live | હિન્દુ સમાજના 500 વર્ષોના આકરા તપ બાદ છેવટે સોમવાર 22 જાન્યુઆરી એટલે કે આજના દિવસે ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઇ. જેને લઈને દેશ સહિત દુનિયાભરમાં ઉજવણીનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વિશેષ અતિથિઓની હાજરીમાં રામલલાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે સંપન્ન થયું. અયોધ્યા નગરીને હજારો ક્વિંટલ ફૂલ અને લાઈટો વડે કોઈ દુલ્હનની જેમ શણગારાઈ. અવધપુરીમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજકારણ, ફિલ્મ અને રમતગમત જગતની અનેક હસ્તીઓ અયોધ્યા પહોંચી હતી.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

હવે આપણા રામલલા ટેન્ટમાં નહીં રહેઃ વડાપ્રધાન

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું છે. તેમણે પોતાના સંબોધનની શરૂઆત સીયાવર રામચંદ્ર કી જય..ના નારા સાથે શરૂ કરતા કહ્યું કે, 'અહીં ઉપસ્થિતિ, વિશ્વના ખૂણે ખૂણેથી જોડાયેલા રામભક્તોને પ્રણામ અને રામ રામ. 'આજ હમારે રામ આ ગયે હે'. સદીઓની પ્રતિક્ષા બાદ આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય અને બલિદાન અને ત્યાગ-તપસ્યા બાદ આપણા રામ આવી ગયા છે. આ શુભ ઘડીની સમગ્ર દેશવાસીઓને ખુબ ખુબ શુભેચ્છા. આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલા હવે દિવ્ય મંદિરમાં રહેશે. 22 જાન્યુઆરી એક તારીખ નથી, આ એક નવા કાળચક્રની શરૂઆત છે. આ મંદિર ફક્ત કોઈ દેવનું મંદિર નથી. આ ભારતનું ગૌરવ છે. આગ નહીં ઊર્જા છે. વિવાદ નહીં પણ સમાધાન છે. આ ભારતની દૃષ્ટિનું, ભારતીય દર્શનનું, ભારતના દિગ્દર્શનનું મંદિર છે. આ રામના સ્વરૂપમાં રાષ્ટ્ર ચેતનાનું મંદિર છે. રામ ભારતની આસ્થા છે. રામ ભારતનો આધાર છે. રામ ભારતનો વિચાર છે. રામ ભારતનું વિધાન છે. રામ ભારતની ચેતના છે. રામ ભારતનું ચિંતન છે. રામ ભારતની પ્રતિષ્ઠા છે. રામ ભારતો પ્રતાપ છે. રામ પ્રભાવ છે. રામ પ્રવાહ છે. રામ નેતિ પણ છે. રામ નીતિ પણ છે. રામ નિત્યતા પણ છે. રામ નિરંતરતા પણ છે. રામ વ્યાપક છે. વિશ્વ છે. વિશ્વાત્મા છે અને એટલે જ જ્યારે રામની પ્રતિષ્ઠા થાય છે, તો તેનો પ્રભાવ શતાબ્દીઓ સુધી નહીં પણ હજારો વર્ષો સુધી રહે છે.  '

હું પ્રભુ રામ પાસે ક્ષમા માંગું છુંઃ વડાપ્રધાન

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પ્રભુ શ્રી રામની ક્ષમા માગતા કહ્યું કે 22 જાન્યુઆરી 2024નો આ સૂરજ અદભુત આભા લઈને આવ્યો છે. રામ મંદિરના ભૂમિપૂજન પછી દેશભમાં ઉંમગ અને ઉત્સાહ વધતો જતો હતો. નિર્માણ કાર્ય જોઈને પણ દેશવાસીઓમાં રોજેરોજ નવો વિશ્વાસ પેદા થતો હતો. આજે આપણને સદીઓથી એ ધૈર્યનું ફળ મળ્યું છે. આજે આપણને ભગવાન શ્રી રામનું મંદિર મળ્યું છે. હું આજે પ્રભુ શ્રી રામની ક્ષમા પણ માંગુ છું કારણ કે, આપણા પુરુષાર્થ, ત્યાગ અને તપસ્યામાં કંઈક તો ખામી રહી ગઈ હશે કે, આપણે આટલી સદીઓ સુધી આ કામ ના કરી શક્યા. મને વિશ્વાસ છે કે પ્રભુ શ્રી રામ આપણને જરૂર માફ કરશે.’ 



LIVE Updates| રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ લાઈવ જોવા Click Here... 

03:30 PM : પીએમ મોદીએ રામમંદિરનું નિર્માણ કરનારા શ્રમિકો પર પુષ્પવર્ષા કરી 



03:30 PM : જટાયુની પ્રતિમા પર પુષ્પાંજલિ 



03:26 PM : હેમા માલિની રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આનંદિત દેખાયા 



03:10 PM : અયોધ્યા ધામમાં ભગવાન શિવની પૂજા કરવા પહોંચ્યા વડાપ્રધાન મોદી 

01:46 PM : પીએમ મોદીએ તેમના ઉપવાસ પૂરાં કર્યા 


01:30 PM : પીએમ મોદી રામલલા સામે થયા નતમસ્તક

VIDEO | રામલલાના થયા દિવ્ય દર્શન, વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ, વડાપ્રધાન મોદીએ કહ્યું- રામ ભારતનું ગૌરવ છે, આગ નહીં ઊર્જા છે... 2 - image 

01:05 PM પ્રાણ પ્રતિષ્ઠા બાદ સ્મૃતિ ઈરાનીનું ટ્વિટ 

01:00 PM પ્રાણ પ્રતિષ્ઠા વખતે એક ફ્રેમમાં બોલિવૂડની હસ્તીઓ 

12:45 PM : રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ 

12:40 PM : રામલલાના થયા દિવ્ય દર્શન 

12:20 PM : પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પીએમ મોદી સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, સીએમ યોગી અને આનંદી બેન પટેલ પર ગર્ભગૃહમાં હાજર  

12:16 PM : પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન શરૂ 

VIDEO | રામલલાના થયા દિવ્ય દર્શન, વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ, વડાપ્રધાન મોદીએ કહ્યું- રામ ભારતનું ગૌરવ છે, આગ નહીં ઊર્જા છે... 3 - image

12:15 PM : વડાપ્રધાન મોદી રામ મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા, કહ્યું- રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો હિસ્સો બનવું મારું સૌભાગ્ય


12:00 PM : રામભક્તોએ 50 ફૂટનું પેઈન્ટિંગ બનાવ્યું 



11:48 AM : અંબાણી પરિવારના સભ્યો પણ રામમંદિર પહોંચ્યા 



11:47 AM | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં પૂજા કરી

 

11:45 AM : યુપીની તમામ જેલોમાં થયું રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ 

ભાજપના મંદિર સેલના અધ્યક્ષ કરનૈલ સિંહે કહ્યું કે, રાજધાની દિલ્હીમાં 14 હજાર મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કરાયું હતું . આ તમામ મંદિરોમાં આશરે 30 લાખ લોકો હાજર હતા. ઉત્તર પ્રદેશના જેલ મંત્રી ધર્મવીર પ્રજાપતિએ કહ્યું કે ઉત્તર પ્રદેશની તમામ જેલોમાં કેદીઓ માટે પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કરાયું હતું. હાલ રાજ્યની જેલોમાં 1.05 લાખ કેદીઓ છે અને તેઓ પણ આ દેશના નાગરિકો છે.

11:25 AM : સોનુ નિગમે ભક્તિના સૂર રેલાવ્યાં 

11:00 AM | પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા 

10:45 AM : કંગના રણૌત અને ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર પણ ભગવાન રામની શરણે 

10:40 AM : વિવેક ઓબેરોય, સોનુ નિગમ પણ પહોંચ્યા રામમંદિર 



10:37 AM :  અયોધ્યાની મુલાકાતે આવેલા બોલિવૂડ કલાકારો એક જ તસવીરમાં 



10:15 AM :  શિવરાજ પહોંચ્યા રામરાજા મંદિરે, સફાઈ અભિયાનમાં લીધો ભાગ 



10:05 AM :  કવિ કુમાર વિશ્વાસ અને અભિનેતા મનોજ જોશી શું બોલ્યા જુઓ... 


10:00 AM : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પહોંચ્યા  



09:50 AM : રામમંદિરનો જોવા જેવો નજારો... 


09:40 AM : મેક્સિકોમાં પણ રામભક્તો ઉત્સાહિત 



09:40 AM : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શ્રી રામજન્મભૂમિ તૈયાર



09:36 AM : મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે વારાણસીમાં ગંગા ઘાટ પર ભક્તોની પવિત્ર ડૂબકી  


09:05 AM : ભારતમાં ઈઝરાયલના રાજદૂતે કહ્યું કે આ દુનિયાભરના રામભક્તો માટે ઐતિહાસિક ક્ષણ 



08:59 AM : ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટી તેમજ રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ સાથે અયોધ્યા જવા રવાના 


08:50 AM : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અયોધ્યા જવા રવાના 


08:35 AM : વિકી કૌશલ અને કેટરીના પણ અયોધ્યા રવાના, એરપોર્ટ પર થયા સ્પોટ



08:30 AM : ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની ખુશીનું ઠેકાણું નથી...



08:30 AM : અયોધ્યામાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા 

08:26 AM : ઠંડીનું જોર વધુ હોવાથી લાલકૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. 

08:25 AM : બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે શું કહ્યું જુઓ... 

VIDEO | Ram Mandir Pran Pratishtha ceremony: "The entire country was eagerly waiting for this moment for the last 500 years," says actor @AnupamPKher after offering prayers at Hanuman Garhi Temple in Ayodhya.#RamMandirPranPratishtha #AyodhyaRamMandir pic.twitter.com/AnNJtxQpX4

— Press Trust of India (@PTI_News) January 22, 2024

08:11 AM : બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેને તેના પતિ સાથે અયોધ્યા રવાના 

VIDEO | Bollywood actor Madhuri Dixit leaves for Ayodhya to attend the #RamMandirPranPratishtha ceremony. Visuals from Mumbai. pic.twitter.com/i7VqBLIHJv

— Press Trust of India (@PTI_News) January 22, 2024

08:10 AM :  અમેરિકાના મિનેસોટામાં મંદિરોમાં લોકો ઉમટી પડ્યા, રામધૂન શરૂ  


08:05 AM : 121 આચાર્યોના માર્ગદર્શન હેઠળ થશે પ્રાણ પ્રતિષ્ઠા 

આ પ્રાણ પ્રતિષ્ઠામાં 121 આચાર્યો હાજર રહ્યા હતા જેઓએ માર્ગદર્શન આપ્યું અને મહોત્સવની તમામ વિધિઓનું સંચાલન કર્યું. વારાણસીના ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તમામ પ્રક્રિયાઓનું નિરીક્ષણ, સંકલન અને માર્ગદર્શન કરી રહ્યા હતા અને કાશીના લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય હતા. આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

08:00 AM :  84 સેકન્ડનો શુભ મુહૂર્ત

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનો ખૂબ જ ટૂંકા ગાળાનો શુભ મુહૂર્ત હતો જેમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી. તેમાં કાશીના જ્યોતિષાચાર્ય પંડીત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે જે મુહૂર્તની પસંદગી કરી હતી તેને સૌથી સચોટ માની તેમાં જ રામલલાની સ્થાપના કરાઈ. આ શુભ મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું હતું જે 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડનું જ હતું.

07:51 AM : અયોધ્યામાં ભગવાન રામની પૂજા વિધિના દૃશ્યો 



07:50 AM : અમેરિકાના ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર પર પણ ભગવાન રામ છવાયા 


07:45 AM : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કલાકારોએ લોકનૃત્યની પ્રસ્તુતિ કરી

 

07:35 AM : ભગવાન રામની અયોધ્યા નગરીમાં વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ, માનવ મહેરામણ ઉમટ્યો


07:32 AM : અભિનેતા રામચરણ પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સામેલ થવા પહોંચી રહ્યા છે 


07:31 AM : દક્ષિણ ભારતની ફિલ્મોના સુપર સ્ટાર ચિરંજીવી પણ અયોધ્યા માટે રવાના થયા 


07:30 AM : બોલિવૂૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ અયોધ્યા જવા રવાના 

 

ભવ્ય રામ મંદિર વિશે...

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવાનો દેશવાસીઓની વર્ષો જૂની ઈચ્છા હવે પૂરી થઈ ગઈ છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા વિના મૂર્તિની પૂજા અધૂરી મનાય છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ ચૂકી છે અને પ્રભુ શ્રી રામની મૂર્તિની આંખો પર બાંધેલી પટ્ટી પણ હટાવી દેવાઈ છે. રામ મંદિરને લઈને લોકોના મનમાં ભેર ઉત્સાહ છે. રામ મંદિર સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો પણ છે, જેના જવાબ તમે પણ જાણવા માંગતા હશો. 

તો ચાલો જાણીએ રામ મંદિર સાથે જોડાયેલી મહત્ત્વની માહિતી...

રામની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરાઈ?

22 જાન્યુઆરીના રોજ 84 સેકન્ડના શુભ મુહુર્તમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. બપોરે 12 કલાક, 29 મિનિટથી 12 કલાક 30 મિનિટની વચ્ચેના સમયમાં આ વિધિ પૂર્ણ કરાઈ.

રામ મંદિરની લંબાઈ, પહોળાઈ કેટલી છે?

રામ મંદિરની લંબાઈ 360 ફૂટ, પહોળાઈ 235 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. ત્રણ માળના આ મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો છે, જેમાં 44 દરવાજા અને 366 થાંભલા છે. આ પૈકી 14 દરવાજા પર સોનાની પરત ચઢાવાઈ છે. 

રામ મંદિર કેટલા  ક્ષેત્રફળમાં ફેલાયેલું છે, કુલ પરિસર કેટલું મોટું છે? 

રામ મંદિર પરિસરનું કુલ ક્ષેત્રફળ 2.7 એકર છે, જેના 57,000 ચોરસ ફૂટ વિસ્તારમાં રામ મંદિર છે. 

રામ મંદિરમાં દર્શનનો સમય શું રહેશે?

રામ મંદિરમાં સવારે સાતથી 11:30 અને બપોરે 2:00થી સાંજે 7:00 સુધી કરી દર્શન શકાશે. 

રામ મંદિરમાં આરતીનો સમય શું રહેશે?

રામ મંદિરમાં સવારે 6:30 વાગે, બપોરે 12:00 અને સાંજે 7:30 વાગે એમ ત્રણ વાર રામલલા સહિતના દેવીદેવતાઓની આરતી થશે. 

પ્રભુ શ્રી રામની જૂની મૂર્તિનું શું કરાશે?

પ્રભુ શ્રી રામની નવી મૂર્તિની સાથે જૂની મૂર્તિની પણ ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 

રામલલાનું સૂર્યતિલક ક્યારે થશે?

રામ નવમીના દિવસે પ્રભુ શ્રી રામને સૂર્ય તિલક થશે. બપોરે 12:00 વાગે સૂર્યનું કિરણ રામલલાના કપાળ પર પડશે, જેને સૂર્યતિલક કહેવાય છે. 

રામ મંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે?

સૂર્યને ધ્યાનમાં રાખી રામ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં રખાયું છે. 

પ્રભુ શ્રી રામની મૂર્તિની રચના કોણે કરી છે?

પ્રભુ શ્રી રામની મૂર્તિની રચના કર્ણાટકના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે કરી છે. 

રામ મંદિરનું નિર્માણ કઈ ચીજવસ્તુથી કરાયું છે?

રામ મંદિર બનાવવામાં લોખંડ-સ્ટિલનો ઉપયોગ નથી કરાયો. સમગ્ર મંદિર પથ્થરોથી બનાવાયું છે. 

રામ મંદિર બનાવવા ઈંટોનો ઉપયોગ પણ નથી કરાયો?

ઈંટોનો ઉપયોગ કરાયો છે અને દરેક ઈંટ પર શ્રી રામનું નામ લખાયું છે. 

મંદિર પરિસરમાં બીજા કયા દેવીદેવતાના મંદિર છે?

રામ જન્મભૂમિ પરિસરમાં મુખ્ય મંદિર સિવાય બીજા સાત મંદિરનું નિર્માણ ચાલુ છે. તેમાં ભગવાન રામના ગુરુ બ્રહ્મર્ષિ વશિષ્ઠ, બ્રહ્મષિ વિશ્વામિત્ર, બ્રહ્મષિ વાલ્મીકિ, અગસ્ત્ય મુનિ, રામભક્ત કેવટ, નિષાદરાજ અને માતા શબરીના મંદિર સામેલ છે. આ નિર્માણકાર્ય 2024 સુધી પૂર્ણ થઈ જશે. 

રામ મંદિર અને પરિસરની અન્ય વિશેષતાઓ શું છે?

- રામ મંદિરના પહેલા માળે પ્રભુ શ્રી રામનો દરબાર

- 20X20 ફૂટનું અષ્ટકોણીય આકારનું ગર્ભગૃહ  

- મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ 

- પૂર્વ દિશામાં પ્રવેશદ્વાર, 32 સીડી ચઢીને સિંહદ્વાર

- મંદિરની ચારેય તરફ ચોરસ આકારમાં મંદિર સુધી જતો માર્ગ

- પરકોટા તરીકે ઓળખાતી આ રચના 732 મીટર લાંબી, 14 ફૂટ પહોળી 

- ચારેય પરકોટા પર સૂર્ય, મા ભગવતી, ગણપતિ અને શિવજીના મંદિર

- ઉત્તર તરફ અન્નપૂર્ણા અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર

- દક્ષિણ-પશ્ચિમે નવરત્ન કુબેર ટીલા પર જટાયુની પ્રતિમા

- મંદિરમાં પાંચ મંડપ- નૃત્ય, રંગ, સભા, પ્રાર્થના અને કીર્તન 

રામલલાની મૂર્તિ શ્યામવર્ણી કેમ છે?

રામમંદિરમાં બિરાજમાન ભગવાન રામની મૂર્તિ શ્યામ રંગની છે. તેથી અનેક લોકોને પ્રશ્ન થાય છે કે, પ્રભુ શ્રી રામની મૂર્તિ કાળા રંગમાંથી કેમ તૈયાર કરાઈ છે? ચાલો, આ વાત જરા વિસ્તૃત રીતે જાણીએ. 

વાલ્મીકિ રામાયણમાં રામના શ્યામવર્ણી સ્વરૂપનું વર્ણન

વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામનું સ્વરૂપ શ્યામ હોવાનું વર્ણન કરાયું છે. આ કારણસર રામલલાની મૂર્તિનું નિર્માણ ‘શિલા’ નામના કાળા પથ્થરમાંથી કરાયું છે. આ પથ્થર સદીઓથી ‘કૃષ્ણ શિલા’ તરીકે પણ ઓળખાય છે. આ પથ્થરના અનેક ગુણ છે, જેથી તે ખૂબ ખાસ મનાય છે. જેમ કે રામલલાને દૂધનો અભિષેક કરાશે ત્યારે પથ્થરના કારણે દૂધની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં થાય. તે દૂધનો ઉપયોગ પણ કરી શકશે અને તેની આરોગ્ય પર કોઈ અસર નહીં થાય. એટલું જ નહીં, આ પથ્થર હજારો વર્ષો સુધી એવો ને એવો જ રહેશે.  

ભગવાન રામની મૂર્તિમાં બાળસ્વરૂપના દર્શન 

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જણાવ્યા પ્રમાણે, ભગવાન રામલલાની જે મૂર્તિ તૈયાર કરાઈ છે, તે પાંચ વર્ષની ઉંમરનું બાળસ્વરૂપ છે. મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ છે, જેમાં ભગવાનના અનેક અવતારોને પણ દર્શાવવામાં આવ્યા છે.

રામલલાની મૂર્તિમાં થશે દશાવતારના દર્શન

51 ઈંચ ઊંચી મૂર્તિમાં દશાવતાર પણ કોતરવામાં આવ્યા છે. તેમાં ટોચ પર મધ્યમાં મહાવિષ્ણુ છે. ત્યાર પછી મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ અવતાર છે. આ સિવાય પ્રભુ શ્રી રામની મૂર્તિમાં વીર હનુમાનજી અને ગણેશજીના પણ દર્શન થશે. ચાલો જાણીએ આ દસેય અવતાર વિશે... 

- મત્સ્ય અવતારઃ ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય મનાય છે. આ માછલી માનવ જીવનની ઉત્પત્તિ દર્શાવે છે કારણ કે પૃથ્વી પર જીવનની શરૂઆત પાણીમાં થઈ હતી. આ સ્થિતિમાં અયોધ્યામાં ભગવાન વિષ્ણુના દર્શનથી સંકટ દૂર થાય છે અને ભક્તોના કાર્યો સિદ્ધ થાય છે.

- કુર્મ અવતારઃ ભગવાન વિષ્ણુએ સમુદ્રમંથનમાં દેવતાઓ અને દાનવોની મદદ કરવા કુર્મ એટલે કે કાચબાનો અવતાર લીધો હતો. તેને કચ્છપ અવતાર પણ કહે છે. આમ, માનવ વિકાસના ક્રમમાં કાચબા બીજા ક્રમે આવે છે. તેમના આશીર્વાદથી ભક્તોને ઈચ્છિત ફળ મળે છે.

- વરાહ અવતારઃ ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર વરાહ મનાય છે. એવું કહેવાય છે કે, ભગવાન વરાહના દર્શન માત્રથી જ ભક્તોનું કાર્ય સફળ થાય છે. આ ઉપરાંત વર્ષોથી અટવાયેલા કાર્યો પણ પૂરા થઈ જાય છે.

- નૃસિંહ અવતારઃ શ્રી હરિ નૃસિંહ એટલે કે નરસિંહ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે. એવું કહેવાય છે કે જંગલી પ્રાણીઓને થોડી બુદ્ધિ મળી, ત્યારે તેઓ અડધા પ્રાણી અને અડધા માનવ જેવા દેખાતા હતા. આ સ્વરૂપના દર્શન અને પૂજા કરવાથી જીવન સફળ બને છે. દુશ્મનો પણ પરાજિત થાય છે. 

- વામન અવતારઃ ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર વામન ગણાય છે. એવું કહેવાય છે કે નરસિંહના માધ્યમથી માનવ સ્વરૂપમાં આવેલો જીવ વામન મનુષ્યના રૂપમાં જન્મ્યો હતો. અયોધ્યામાં સ્થાપિત રામલલાની પ્રતિમામાં વામન દેવતાની મૂર્તિ પણ કોતરેલી છે. અયોધ્યાના રામ મંદિરના દર્શન કરીને ભક્તો વામન સ્વરૂપના આશીર્વાદ પણ મેળવી શકશે.

- પરશુરામ અવતારઃ ભૃગુ ઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાના પુત્ર પરશુરામ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમને સાત ચિરંજીવીમાંના એક મનાય છે. તેમનું પ્રિય શસ્ત્ર ફરસી એટલે કે કુહાડી છે. આ કારણે તેમનું નામ પરશુરામ છે. તેમણે ભગવાન શંકર પાસેથી ધનુર્વિદ્યાની તાલીમ મેળવી હતી. અયોધ્યા રામ મંદિરમાં ભક્તો પરશુરામજીના દર્શન પણ કરી શકશે.

- મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામઃ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. રામલલાના આ શ્યામ સ્વરૂપને જોવા માટે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરાશે. આ પ્રતિમામાં શ્રી કૃષ્ણ, મહાત્મા બુદ્ધ અને કલ્કીની મૂર્તિઓ પણ કોતરવામાં આવી છે અને તે પણ ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે. 

VIDEO | રામલલાના થયા દિવ્ય દર્શન, વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ, વડાપ્રધાન મોદીએ કહ્યું- રામ ભારતનું ગૌરવ છે, આગ નહીં ઊર્જા છે... 4 - image


Google NewsGoogle News