રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ગુજરાતના 270 સાધુ- સંતો સહિત 370 અપાયું આમંત્રણ
નિમંત્રણ સાથેના વિશિષ્ટ કોડ, આધાર કાર્ડ વેરિફિકેશન બાદ જ આમંત્રિતોને પ્રવેશ મળશે
અમદાવાદમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ સ્વામિનારાયણ સંતોને પણ આમંત્રણ અપાયું
Image Web |
અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના રામ જન્મભૂમિમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાંથી કુલ 370 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
નિમંત્રણ સાથેના વિશિષ્ટ કોડ, આધાર કાર્ડ વેરિફિકેશન બાદ જ આમંત્રિતોને પ્રવેશ મળશે
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં 270 સંત, 100 મહાનુભાવો અને 10 કાર સેવકના પરિવારનો સમાવેશ થાય છે. અમદાવાદમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ સ્વામિનારાયણ સંતોને પણ આમંત્રણ અપાયું છે. અયોધ્યામાં રામ મંદિર આંદોલન અને ગોધરા કાંડમાં જીવ ગુમાવનારા કારસેવકના પરિવારના સદસ્યો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પણ આમંત્રિતોમાં છે.
આમંત્રિત અતિથિઓએ પોતાના આધારકાર્ડ દ્વારા વેરિફિકેશન કરાવવું ફરજીયાત
સુરક્ષાના કારણે માત્ર નિમંત્રણ સાથે આપવામાં આવેલા વિશિષ્ટ નંબર કોડ ધરાવતા લોકોને જ સમારોહમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવશે. આમંત્રિત અતિથિઓએ પોતાના આધારકાર્ડ દ્વારા વેરિફિકેશન કરાવવું પડશે અને આ પછી જ પ્રવેશ મળશે. નિમંત્રણમાં બે કાર્ડ અને એક પુસ્તિકા છે. આ પૈકી ૧ કાર્ડ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અને એક કાર્ડ બીજા દિવસે ભગવાન રામના દર્શન કરવા માટે છે. નિમંત્રણમાં એવા લોકો માટે કાર પાસ પણ છે જેઓ પોતાના વાહનથી અયોધ્યા જઇ રહ્યા છે.