'નરેન્દ્ર મોદી' Youtube ચેનલે બનાવ્યો નવો રેકોર્ડ, પ્રાણ પ્રતિષ્ઠાનું સૌથી વધુ લોકોએ નિહાળ્યું લાઇવ પ્રસારણ

નરેન્દ્ર મોદી યુટ્યુબ ચેનલ પર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના લાઇવ પ્રસારણમાં 90 લાખથી વધુ લોકો જોડાયા

કોઈપણ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ જોવાનો આ સૌથી મોટો રેકોર્ડ

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
'નરેન્દ્ર મોદી' Youtube ચેનલે બનાવ્યો નવો રેકોર્ડ, પ્રાણ પ્રતિષ્ઠાનું સૌથી વધુ લોકોએ નિહાળ્યું લાઇવ પ્રસારણ 1 - image


Ayodhya Ram Mandir Pran Pratishtha LIVE:  અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે અનેક રેકોર્ડ તોડ્યા છે. આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ ચેનલનો પણ એક રેકોર્ડ સામેલ છે. નરેન્દ્ર મોદી ચેનલે લાઈવ પ્રસારણ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ જોવામાં આવતી યુટ્યુબ ચેનલ બનીને રેકોર્ડ તોડ્યો છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને 9 મિલિયન એટલે કે 90 લાખથી વધુ લોકોએ લાઈવ નિહાળ્યું હતું. કોઈપણ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ જોવાનો આ સૌથી મોટો રેકોર્ડ છે.

ચંદ્રયાન-3 રેકોર્ડ તોડ્યો 

નરેન્દ્ર મોદી ચેનલ પરના આ લાઈવ પ્રસારણને અત્યાર સુધીમાં 1 કરોડ વ્યુઝ મળ્યા છે. આ પહેલા લાઇવ પ્રસારણ સૌથી વધુ જોવાનો રેકોર્ડ ચંદ્રયાન-3 લોન્ચનો હતો. આ લોન્ચના પ્રસારણને 80 લાખથી વધુ લોકોએ લાઇવ નિહાળ્યો હતો. જેનો રેકોર્ડ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે તોડીને પ્રથમ સ્થાન લીધું છે. જયારે ત્રીજા નંબર પર ફિફા વર્લ્ડ કપ 2023 મેચ છે અને ચોથા નંબર પર એપલ લોન્ચ ઇવેન્ટ છે.

નરેન્દ્ર મોદી ચેનલના સબસ્ક્રાઈબર 2 કરોડને પાર

નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2.1 કરોડ છે. તેમની ચેનલ પર કુલ 23,750 વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે જેની કુલ વ્યૂઝ 472 કરોડ છે. યુટ્યુબ પર સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ મેળવનાર નરેન્દ્ર મોદી વિશ્વના પ્રથમ નેતા છે.

વિશ્વમાં સૌથી વધુ જોવાયેલા 10 લાઇવ પ્રસારણ 

ચેનલ અને લાઇવ ઇવેન્ટનું નામલાઇવ પ્રસારણ વ્યુઝપ્રસારણ તારીખ
નરેન્દ્ર મોદી- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ90 લાખ22.01.2024
ISRO-ચંદ્રયાન 3 મિશનનું સોફ્ટ લેન્ડિંગ80 લાખ23.08.2023
CazéTV - વર્લ્ડ કપ 2022 QF બ્રાઝિલ vs ક્રોએશિયા60 લાખ09.12.2022
CazéTV - બ્રાઝિલ vs સાઉથ કોરિયા 2022 વર્લ્ડ કપ
52 લાખ06.12.2022
CazéTV - વાસ્કો vs ફ્લેમિંગો47 લાખ19.03.2023
SpaceX-Crew ડેમો-240 લાખ28.05.2022
હિબ લેબલ્સ- બીટીએસથી બટર37 લાખ21.05.2022
એપલ- એપલ ઇવેન્ટ36 લાખ7-09.2022
લો એન્ડ ક્રાઈમ નેટવર્ક- ડેપ vs. હર્ડ ટ્રાયલ35 લાખ01.06.2022
ફ્લુમિનેન્સ ફૂટબોલ ક્લબ: રિયો કપ ફાઇનલ35 લાખ09.07.2020

'નરેન્દ્ર મોદી' Youtube ચેનલે બનાવ્યો નવો રેકોર્ડ, પ્રાણ પ્રતિષ્ઠાનું સૌથી વધુ લોકોએ નિહાળ્યું લાઇવ પ્રસારણ 2 - image


Google NewsGoogle News