Get The App

રામનું નામ લઈને JDU પ્રવક્તાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, જાહેર કર્યો ખાસ સંદેશ

ડો. સુનીલ કુમાર સિંહે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રાજીનામું આપીને પક્ષને કહ્યું અલવિદા

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
રામનું નામ લઈને JDU પ્રવક્તાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, જાહેર કર્યો ખાસ સંદેશ 1 - image


JDU spokesperson resigned from the party: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જનતા દળ યુનાઈટેડમાં નાસભાગ મચી ગઈ છે. જનતા દળ યુનાઈટેડના રાજ્ય પ્રવક્તા અને પટણાના પ્રખ્યાત આંખના ડૉક્ટર ડૉ. સુનિલ કુમાર સિંહે ભગવાન શ્રી રામનું નામ લઈને તેમણે પક્ષના અગ્રતા સભ્યપદ અને પ્રવક્તા પદ પરથી પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપતા કહ્યું છે કે ‘મેં મારું રાજીનામું પક્ષ પ્રદેશ અધ્યક્ષને મોકલી આપ્યું છે.’

શું છે મામલો? 

સુનિલ કુમાર સિંહે રામનું નામ લઈને જેડીયુને અલવિદા કહી દીધું છે. તેમણે પક્ષમાં પોતાના હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા લખ્યું છે કે, 'આજે આખું ભારત રામમય થઈ ગયું છે. જય શ્રી રામની ઘોષણા અને ગીતો અને સંગીતને કારણે સર્વત્ર આનંદ છે. આપણે ભારતીયો તેમના નામનો જપ કરીને ધન્યતા અનુભવી રહ્યા છીએ. ભગવાન શ્રી રામને હું નમન કરું છું. આ શુભ દિવસે, ભગવાન શ્રી રામજીના આદર્શોને અનુસરીને, તેમના આદેશથી, હું જેડીયુના પ્રવક્તા પદ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું કરું છું. ભગવાન શ્રી રામ ભવિષ્યમાં કર્તવ્યનો માર્ગ બતાવશે.'

રામનું નામ લઈને JDU પ્રવક્તાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, જાહેર કર્યો ખાસ સંદેશ 2 - image


Google NewsGoogle News