Get The App

રામભક્ત યુવકોની અનોખી સ્કેટિંગ યાત્રા... 250 થી વધુ કિ.મી.ની સફર ખેડી જશે અયોધ્યા

અમે સ્કેટિંગ કરી 260 કિલોમીટરની યાત્રા પૂરી કરી અયોધ્યા પહોંચીશું

ઉત્તર પ્રદેશમાં આવેલ હરદોઈ શહેરથી અયોધ્યા રામ મંદિર આશરે 260 કિલોમીટરના અંતરે આવેલું છે

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
રામભક્ત યુવકોની અનોખી સ્કેટિંગ યાત્રા... 250 થી વધુ કિ.મી.ની સફર ખેડી જશે અયોધ્યા 1 - image


Ramlala Pran Pratishtha : આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. જેને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.  દેશભરમાં ભગવાન રામને લઈને અલગ -અલગ આસ્થા જોવા મળે છે. લોકોની તેમની આસ્થા પ્રમાણે કોઈ કારમાં તો કોઈ દોડતા કે અન્ય રીતે અયોધ્યા જઈ રહ્યા છે. તો આ બાજુ ઉત્તર પ્રદેશના હરકોઈ શહેરમાંથી બે યુવકો સ્કેટિંગ કરીને અયોધ્યા માટે રવાના થયા છે. ઉત્તર પ્રદેશમાં આવેલ હરદોઈ શહેરથી અયોધ્યા રામ મંદિર આશરે 260 કિલોમીટરના અંતરે આવેલું છે, આ 260 કિલોમીટરની યાત્રા બંને યુવકો સ્કેટિંગ દ્વારા કરશે. 

હનુમાનજીના દર્શન કરીને શરુ કરી હતી યાત્રા

ગુજરાતમાંથી વિશાળ અગરબત્તી અયોધ્યા પહોંચાડવામાં આવી છે.  તો આ બાજુ હરદોઈ શહેરના બે યુવાનો ભગવાન રામ પ્રત્યે તેમની આસ્થાની પ્રતીતિ કરાવી રહ્યા છે. હરદોઈના આ બે યુવાનો સ્કેટિંગ કરતાં કરતાં અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા છે.  તેમણે હનુમાનજીના દર્શન કરીને યાત્રાની શરુઆત કરી હતી. 

1 વર્ષથી કરી રહ્યા હતા સ્કેટિંગ

વર્ષ 2024ની 22 તારીખ માટે ભારતવર્ષના દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 22 તારીખે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થશે. સ્કેટિંગ કરનાર પ્રિયાંશુએ કહ્યું કે, અમે છેલ્લા એક વર્ષથી સ્કેટિંગ કરી રહ્યા છીએ. અચાનક જ ભગવાન રામનો તેમને બોલાવો આવ્યો, એટલે અમે સ્કેટિંગ કરી આ 260 કિલોમીટરની યાત્રા પૂરી કરી અયોધ્યા પહોંચીશું.  


Google NewsGoogle News