Get The App

રામ મંદિરમાં સોનાના 14 દરવાજા, 161 ફૂટની ઊંચાઈ... જાણો નાગર શૈલીમાં બનેલા મંદિરની 20 વિશેષતાઓ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પહેલીવાર રામ મંદિરની વિશેષતાઓ જણાવી

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
રામ મંદિરમાં સોનાના 14 દરવાજા, 161 ફૂટની ઊંચાઈ... જાણો નાગર શૈલીમાં બનેલા મંદિરની 20 વિશેષતાઓ 1 - image


Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12:30 કલાકે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. એવામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પહેલીવાર રામ મંદિરની વિશેષતાઓ જણાવી છે. 

રામ મંદિરની વિશેષતા અને ભવ્યતા 

1. મંદિર ત્રણ માળનું છે, દરેક માળ 20 ફૂટ ઊંચું છે. તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે.

2. મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે

3. મુખ્ય ગર્ભગૃહમાં, ભગવાન શ્રી રામ (શ્રી રામ લલ્લાની મૂર્તિ)નું બાળપણનું સ્વરૂપ છે અને પહેલા માળે, શ્રી રામ દરબાર હશે

4. મંદિરની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે

5. પાંચ મંડપ (હોલ) છે - નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના અને કીર્તન મંડપ

6. 392 સ્તંભો અને શિલ્પો અને દરેક પર દેવી-દેવતાઓની કોતરણીથી દીવાલો શણગારાઈ છે

7. મંદિરમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ થતો નથી

8. સિંહ દ્વારથી 32 સીડીઓ ચઢીને પ્રવેશ પૂર્વ તરફથી છે

9. દિવ્યાંગો અને વૃદ્ધોની સુવિધા માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા છે 

10. 732 મીટરની લંબાઇ અને 14 ફૂટની પહોળાઈ સાથે પરકોટા (લંબચોરસ કમ્પાઉન્ડ વોલ) મંદિરની આસપાસ છે

11. કમ્પાઉન્ડના ચાર ખૂણા પર, ચાર મંદિરો છે - સૂર્યદેવ, દેવી ભગવતી, ગણેશ ભગવાન અને ભગવાન શિવને સમર્પિત છે. ઉત્તરમાં મા અન્નપૂર્ણાનું મંદિર છે અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર છે

12. મંદિરની નજીક એક ઐતિહાસિક કૂવો (સીતા કૂપ) છે, જે પ્રાચીન યુગનો છે

13. શ્રી રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદ રાજ, માતા શબરી અને દેવી અહિલ્યાને સમર્પિત મંદિરો છે

14. સંકુલના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં, કુબેર ટીલા ખાતે, ભગવાન શિવના પ્રાચીન મંદિરને જટાયુની સ્થાપના સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે

15. મંદિરનો પાયો રોલર-કોમ્પેક્ટેડ કોંક્રિટ (RCC) ના 14-મીટર-જાડા સ્તર સાથે બાંધવામાં આવ્યો છે, જે તેને કૃત્રિમ ખડકનો દેખાવ આપે છે

16. જમીનના ભેજ સામે રક્ષણ માટે, ગ્રેનાઈટનો ઉપયોગ કરીને 21 ફૂટ ઉંચી પ્લિન્થ બનાવવામાં આવી છે

17. મંદિર સંકુલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આગ સલામતી માટે પાણી પુરવઠો અને સ્વતંત્ર પાવર સ્ટેશન છે

18. 25,000 લોકોની ક્ષમતા ધરાવતું પિલગ્રીમ્સ ફેસિલિટી સેન્ટર (PFC) બનાવવામાં આવ્યું છે, તે યાત્રાળુઓને મેડિકલ સુવિધાઓ અને લોકરની સુવિધા પૂરી પાડશે

19. સંકુલમાં નહાવાની જગ્યા, વોશરૂમ, વોશબેસીન, ખુલ્લા નળ વગેરે સાથે એક અલગ બ્લોક પણ છે

20. મંદિરને સંપૂર્ણ રીતે ભારતની પરંપરાગત અને સ્વદેશી પદ્ધતિથી બનાવાઈ રહ્યું છે. 70-એકરના 70 ટકા વિસ્તારને હરિયાળો છોડીને પર્યાવરણીય-પાણી સંરક્ષણ પર ખાસ ભાર મૂકીને તેનું નિર્માણ કરાયું છે

પૂજારીઓ માટે કોઈ જ રૂમ નહિ હોય 

સામાન્ય લોકો રામ મંદિર અને રામલલાના દર્શન 23 જાન્યુઆરી 2024થી કરી શકશે. આશરે 2 લાખ લોકો દરરોજ મુલાકાત લે તેવી અપેક્ષા છે. આખુ રામ મંદિર 70 એકરમાં બનેલું છે. આ પ્રોજેક્ટ પર ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું છે. પૂજારીઓ માટે આરામ કરવા કોઈ જગ્યા રહેશે નહીં અને પૂજારીઓએ શિફ્ટમાં  આવવાનું રહેશે. 

રામ મંદિરમાં સોનાના 14 દરવાજા, 161 ફૂટની ઊંચાઈ... જાણો નાગર શૈલીમાં બનેલા મંદિરની 20 વિશેષતાઓ 2 - image


Google NewsGoogle News