રામ મંદિરના ઉદઘાટનમાં જવાનો ઇનકાર કરનારા 4 શંકરાચાર્ય કોણ છે, તેઓએ આમંત્રણ ફગાવ્યુંં હતું
Ram Mandir Inauguration 4 Shankaracharya : અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ ધીમે ધીમે નજીક આવી રહી છે. સમગ્ર દેશમાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર,કેન્દ્ર સરકાર અને દેશની પ્રજા આ આયોજનને લઈને ઘણી ખુશ છે. બીજી તરફ દેશની ચાર મુખ્ય ધાર્મિક પીઠના શંકરાચાર્યોએ રામ મંદિર સમારોહના નિમંત્રણનો અસ્વીકાર કરી દીધો છે અને તેઓ આ સમારોહમાં સામેલ થશે નહીં. આ સમયે તમને સવાલ થતો હશે કે આ ચાર શંકરાચાર્ય કોણ છે. તો ચાલો જાણીએ...
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ
જ્યોતિર્મઠ બદરિકા ઉત્તરાખંડના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ આ મઠના 46મા શંકરાચાર્ય છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદના નિધન પછી તેઓ આ મઠના શંકરાચાર્ય તરીકે નિયુક્ત થયા હતા. સ્વામી સ્વરૂપાનંદના નિધન બાદથી તેઓ મઠનું સંચાલન કરી રહ્યા છે. તેમણે રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને મંદિરના ઉદ્ઘાટન સમારોહને શાસ્ત્રોક્ત વિધિથી કરાતો નથ તેમ જણાવ્યું હતું.
શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ
ગોવર્ધન પીઠ, પૂરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ ગોવર્ધન મઠના 145માં શંકરાચાર્ય છે. તેમણે પણ શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે અને જણાવ્યું હતું કે રામજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા શક્ત્રોક્ત વિધિ અનુસાર હોવી જોઈએ જેથી મારું ત્યાં જવું યોગ્ય નથી.
શંકરાચાર્ય સ્વામી ભારતી તીર્થ મહારાજ
કર્ણાટકના શૃંગેરી પીઠના શંકરાચાર્ય સ્વામી ભારતી તીર્થ મહારાજ ઘણી ભાષાઓના પ્રકાંડ પંડિત છે. તેમણે શિક્ષણનો પ્રચાર કરીને ખ્યાતિ મેળવી છે. તેમણે મંદિરના ઉદ્ઘાટનને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે શંકરાચાર્ય સ્વામી ભારતી તીર્થ મહારાજ પણ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે નહીં.
શંકરાચાર્ય સદાનંદ મહારાજ
ગુજરાત રાજ્યમાં આવેલ શારદા મઠના શંકરાચાર્ય સદાનંદ મહારાજ પાસે પણ ઘણી ભાષાઓનું જ્ઞાન છે અને તેઓ બાળપણમાં જ પોતાનું શિક્ષણ અધવચ્ચે છોડી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીની સેવા કરવામાં લાગી ગયા હતા. મંદિરના સમારંભને લઈને તેમણે કહ્યું હતું કે સમારોહમાં મર્યાદાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.