રામલલાના દર્શન કરાવશે રેલવે! ગુજરાત સહિતના રાજ્યોમાં દોડાવશે ‘આસ્થા સ્પેશિયલ ટ્રેન’, જુઓ રૂટ

ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી અયોધ્યા સુધી દોડાવાશે ‘આસ્થા સ્પેશિયલ ટ્રેન’

રેલવે અયોધ્યા માટે 200થી વધુ વિશેષ ટ્રેનો દોડાવશે

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
રામલલાના દર્શન કરાવશે રેલવે! ગુજરાત સહિતના રાજ્યોમાં દોડાવશે ‘આસ્થા સ્પેશિયલ ટ્રેન’, જુઓ રૂટ 1 - image


Ayodhya Ram Mandir Special Train : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવના છે. દેશભરમાં પણ ઉત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. આ ઉત્સવને ખાસ બનાવવા ભારતીય રેલવેએ પણ વિશેષ આયોજન કર્યું છે. ભક્તો રામલલાના દર્શન કરી શકે તે માટે રેલવેએ દેશભરમાં 200થી વધુ આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડાવવાની તૈયારી આરંભી દીધી છે.

IRCTC પરથી જ ટ્રેનોનું બુકિંગ કરી શકાશે

રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ ટ્રેનમાં માત્ર ઓપરેશનલ સ્ટોપેજ હશે, જે વિવિધ રાજ્યોના ટાયર-1 અને ટાયર-2 શહેરોથી અયોધ્યા ધામ સ્ટેશન સુધી 100 દિવસ સુધી દોડાવાશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ રામ મંદિર ભક્તો માટે શરૂ કરાશે. રેલવેના સર્ક્યુલરમાં જણાવાયું છે કે, માત્ર IRCTC પરથી જ ટ્રેનોનું બુકિંગ કરી શકાશે. ઉપરાંત આઈઆરસીટીસી દ્વારા ટ્રેનમાં શાકાહાજી ભોજન અપાશે. આ ટ્રેનની ટિકિટમાં રિઝર્વેશન, સુપર ફાસ્ટ ફી, કેટરિંગ ફી, સર્વિસ ફી અને GST જેવા ચાર્જનો સમાવેશ થાય છે.

આ રાજ્યોમાંથી પસાર થશે આસ્થા સ્પેશિયલ ટ્રેનો

તમિલનાડુ : • ચેન્નાઈ-અયોધ્યા-ચેન્નઈ • કોઈમ્બતુર-અયોધ્યા-કોઈમ્બતુર • મદુરાઈ-અયોધ્યા-મદુરાઈ • સલેમ-અયોધ્યા-સલેમ • જમ્મુ અને કાશ્મીર... • જમ્મુ-અયોધ્યા-જમ્મુ • કટરા-અયોધ્યા-કટરા

મહારાષ્ટ્ર : • મુંબઈ-અયોધ્યા-મુંબઈ • નાગપુર-અયોધ્યા-નાગપુર • પુણે-અયોધ્યા-પુણે • વર્ધા-અયોધ્યા-વર્ધા • જાલના-અયોધ્યા-જાલના

દિલ્હી : • નવી દિલ્હી સ્ટેશન-અયોધ્યા-નવી દિલ્હી સ્ટેશન • આનંદ વિહાર-અયોધ્યા-આનંદ વિહાર • નિઝામુદ્દીન-અયોધ્યા-નિઝામુદ્દીન • જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન-અયોધ્યા ધામ-જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન

તેલંગાણા  : • સિકંદરાબાદ-અયોધ્યા-સિકંદરાબાદ • કાઝીપેટ જં.-અયોધ્યા-કાઝીપેટ જં.

મધ્યપ્રદેશ : • ઈન્દોર-અયોધ્યા-ઈન્દોર • બીના-અયોધ્યા-બીના • ભોપાલ-અયોધ્યા-ભોપાલ • જબલપુર-અયોધ્યા-જબલપુર

ગોવા : • આસ્થા વિશેષ

ગુજરાત : • ઉધના-અયોધ્યા-ઉધના • ઈન્દોર-અયોધ્યા-ઈન્દોર • મહેસાણા-સલારપુર-મહેસાણા • વાપી-અયોધ્યા-વાપી • વડોદરા-અયોધ્યા-વડોદરા • પાલનપુર-સલારપુર-પાલનપુર • વલસાડ-અયોધ્યા-વલસાડ • સાબરમતી-સાલારપુર-સાબરમતી

ભારતીય રેલવે લગભગ 200 વિશેષ ટ્રેન સેવાઓ શરૂ કરવાની તૈયારીમાં છે. રેલવે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યા માટે આસ્થા વિશેષ ટ્રેનો દોડાવવાની તૈયારીઓ કરી રહ્યું છે.


Google NewsGoogle News