અયોધ્યામાં રામ આવતા જ ‘લક્ષ્મી’નો થશે વરસાદ, રૂપિયા 50,000 કરોડનો થશે ફાયદો
શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા અવસરને દેશભરમાં ઉજવવાની ઝુંબેશથી તમામ રાજ્યોને થશે કરોડો ફાયદો
દેશભરમાં કાર્યક્રમો યોજાવાથી તમામ વર્ગોને મળશે કમાણી કરવાનો લાભ, રોજગારીનું પણ થશે સર્જન
Ayodhya Ramlala Mandir Inauguration : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે. પ્રાણપ્રતિષ્ઠાની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ ઐતિહાસિક શરૂઆતની સાથે જ અયોધ્યાવાસીઓને કમાણીના અવસરની તકો શરૂ થશે. તો ઘણી મહિલાઓ પણ સરળતાથી રોજગાર મેળવી શકશે. ઉપરાંત દેશભરને પણ રામના આગમનથી ફાયદો થશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ દેશ પર લક્ષ્મીનો વરસાદ શરૂ થઈ જશે. આ કાર્યક્રમના કારણે જાન્યુઆરીમાં 50 હજાર કરોડથી વધુનો ફાયદો થવાનો અંદાજ છે.
દેશમાં 50,000થી વધુનો કારોબાર થવાનો કેટનો અંદાજ
અખિલ ભારતીય વ્યાપારી સંઘ (CAIT)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીન ખંડેલવાલે કહ્યું કે, અયોધ્યા ધામમાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ ધાર્મિક સહિત આર્થિક રીતે પણ ઐતિહાસિક બનવાનો છે. અવસરને કારણે દેશમાં લગભગ 50 હજાર કરોડથી વધુના કારોબાર થવાનો છે અને આ માટે વેપારીઓ સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે.
શ્રી રામ મંદિરના ઉદઘાટનને લઈ દેશભરમાં ઉત્સાહ
ખંડેલવાલે કહ્યું કે, શ્રી રામ મંદિરના ઉદઘાટનનો ઉત્સાહ વધારવા વિશ્વ હિન્દુ પરિષદે દેશભરમાં 1 જાન્યુઆરીથી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યા છે. આ જ કારણે તમામ રાજ્યોમાં વેપારની મોટી તક ઉભી થવાની છે, જેના પરથી અંદાજ લગાવાયો છે કે, આગામી જાન્યુઆરીમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુને વેપાર થશે.
શ્રી રામને લગતી પ્રોડક્ટોની માર્કેટમાં ડિમાન્ટ
ખંડેલવાલે કહ્યું કે, દેશના તમામ માર્કેટમાં શ્રી રામ જેવા વસ્ત્રો, શ્રી રામના ચિત્રથી કંડારાયેલી માળા, લોકેટ, ચાવી, તાળા, રામ દરબરાના ચિત્રો, રામ મંદિરના ચિત્રો, શ્રી રામ મંદિર અને શ્રી રામ લખેલા સજાવટના તોરણ, કડા, વિંટી સહિત તામ સામાન વેચાવા માટે ઉપલબ્ધ થવાના શરૂ થઈ ગયા છે. આ ભવ્યાતિભવ્ય અવસરના કારણે ભગવાન રામ અને મંદિર મૉલરની ડિમાન્ડ વધી છે, જેના કારણે દેશભરમાં વેપારમાં ધરખમ વધારો થશે. આ અવસરે માટીના વાસણો, રંગોળી બનાવના રંગો, ઘરો અને મંદિરોને શણગારવાના ફુલો અને તોરણો, રોશનીના ઝગમગાટ માટે વીજળીની પ્રોડક્ટ, ભગવાન શ્રી રામને લગતી ટી-શર્ટ સહિત અન્ય વસ્ત્રો, પ્રચાર સામગ્રી માટેના હોર્ડિંગ, પોસ્ટર, બેનર, સ્ટીકર સહિતનો મોટાપ્રમાણમાં વેપાર થશે. આ અભિયાનને કારણે દેશના તમામ વર્ગોને ફાયદો થશે.