રોડ, ટ્રેન અને ફ્લાઈટથી જઈ શકશો અયોધ્યા, જાણો રામનગરી જવા માટે કયા-કયા છે વિકલ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ મંદિરનું ઉદ્ધાટન કરશે
જો તમે અયોધ્યા જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો 23 તારીખ પછી જવાનો પ્લાન બનાવજો
Ram Mandir Ayodhya Latest News: અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ અયોધ્યા જનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. અયોધ્યામાં રામ મંદિર માટે લાંબા સમયથી જોવાતી રાહ હવે પુરી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ મંદિરનું ઉદ્ધાટન કરશે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ લાખો લોકો અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છે.
અયોધ્યામાં ઘણા લાંબા સમયથી શ્રદ્ધાળુઓનો જમાવડો લાગી રહ્યો છે. લાખો લોકો એવા છે જે રામ મંદિર ઉદ્ધાટન કાર્યક્રમ પર અથવા તો તે પછી અયોધ્યા રામ મંદિર જઈ રામલલાના દર્શન કરવા ઈચ્છે છે. જો તમે પણ રામ નગરી જવાનો પ્લાન કરી રહ્યા છો, પરંતુ અયોધ્યા જવાનો રુટ, આવવાં- જવાં માટે ટ્રાન્સપોર્ટ સુવિધા વગેરેના બાબતે તમે કન્ફ્યુઝનમાં છો, તો હેરાન ન થશો અમે તમને અયોધ્યા સુધી પહોંચવા માટેના કેટલાક વિકલ્પો વિશે માહિતી આપીશું.
1. હવાઈ જહાજ દ્વારા
તમે અયોધ્યા પહોચવા માટે હવાઈ જહાજનો ઉપયોગ કરી શકો છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2023માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ,અયોધ્યાનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યાર બાદ ત્યાથી હવાઈ સેવા શરુ કરી દેવામાં આવી છે, આ સિવાય તમે ગોરખપુર. લખનઉ અને પ્રયાગરાજ એરપોર્ટ સુધી ફ્લાઈટ દ્વારા જઈ શકો છો.
2. રેલ માર્ગે
કેન્દ્ર સરકારે અયોધ્યાને સમગ્ર દેશની ટ્રેનો સાથે જોડવા પર પણ ધ્યાન આપ્યું છે. આ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પેશિયલ ટ્રેનો પણ શરુ કરવામાં આવી છે. સરકારે અયોધ્યામાં ભવ્ય રેલવે સ્ટેશનનું નિર્માણ કર્યુ છે. આ ઉપરાંત તમે ગોરખપુર અથવા તેનાથી આગળ જતી ટ્રેનો દ્વારા અયોધ્યા પહોંચી શકો છો.
3. રોડ માર્ગે, બસ અથવા કાર દ્વારા
અયોધ્યા જવા માટે તમે રોડ માર્ગે બસ દ્વારા પણ જઈ શકો છો. ઉત્તર પ્રદેશ રોડવેઝ સિવાય અન્ય રાજ્યોની બસો દ્વારા અયોધ્યા પહોંચી શકાય છે. તમને ઉત્તર પ્રદેશ રોડ પરિવહન નિગમની બસો લખનઉ, ગોરખપુર, દિલ્હી એનસીઆરમાં હોવ તો યમુના એક્સપ્રેસવે દ્વારા અયોધ્યા પહોંચી શકો છો.
આ તારીખને ધ્યાનમાં રાખીને કરજો અયોધ્યા જવાનો પ્લાન
જો તમે અયોધ્યા જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો 23 તારીખ પછી જવાનો પ્લાન બનાવજો. હકીકતમાં અયોધ્યામાં 20 જાન્યુઆરીથી બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માત્ર અયોધ્યામાં રહેનારા લોકોને તેમના ઘર સુધી પહોંચવાની મંજુરી મળશે. પોલીસ અને પ્રશાસને અયોધ્યાની અંદર રહેનારા લોકોને 22 જાન્યુઆરી સુધી બહાર ન નીકળવાની અપીલ કરી છે. 22 તારીખે રામ મંદિરનું ઉદ્ધાટન થવાનું છે, અને તેમાં માત્ર આમંત્રિત મહેમાનોને જ દર્શન કરવા જવાની પરવાનગી મળશે. 23 જાન્યુઆરી પછી સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવશે.