Get The App

'પથ્થરની મૂર્તિમાં હવે પ્રાણ ફૂંકાશે, બની જશે ભગવાન..' પ્રાણ પ્રતિષ્ઠા અંગે અખિલેશ યાદવની પ્રથમ પ્રતિક્રિયા

અખિલેશ યાદવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા નહોતા

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
'પથ્થરની મૂર્તિમાં હવે પ્રાણ ફૂંકાશે, બની જશે ભગવાન..' પ્રાણ પ્રતિષ્ઠા અંગે અખિલેશ યાદવની પ્રથમ પ્રતિક્રિયા 1 - image

image : Twitter



Akhilesh Yadav first reaction On Ram Mandir Pran Pratishtha : રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવી. સમગ્ર દેશ રામમય બની ગયો. ઘણાં લોકોએ ઘરમાં તો ઘણાં લોકોએ ઘરની નજીકના મંદિરોમાં ભગવાન રામની આરાધના કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટી (સપા) પ્રમુખ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે એક મોટું નિવેદન આપ્યું હતું.

શું બોલ્યા અખિલેશ યાદવ... 

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે વાત કરતા કહ્યું કે આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો. જે મૂર્તિ અત્યાર સુધી પથ્થરની હતી હવે તેમાં પ્રાણ ફૂંકાશે અને પછી મૂર્તિ ભગવાનનું સ્વરૂપ ધારણ કરી લેશે. 

ભગવાન રામના બતાવેલા માર્ગો પર ચાલીશું : અખિલેશ યાદવ

સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે ભગવાન રામે જે આદર્શોના માર્ગ બતાવ્યા છે તેના કારણે જ તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કહેવામાં આવે છે. અમે શ્રીરામના બતાવેલા માર્ગો પર ચાલીશું. ગરીબો દુઃખી ના રહે પ્રભુએ એવા રામરાજની કલ્પના કરી હતી. 

આમંત્રણ બાદ પણ સપા પ્રમુખ પ્રાણ પ્રતિષ્ઠામાં ન ગયા 

ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવને પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મળ્યું હતું પરંતુ તેઓ સામેલ થયા નહ તા. આ અંગે તેમણે કહ્યું હતું કે તે પરિવાર સાથે ચોક્કસ અયોધ્યા જશે, પરંતુ હાલ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જાય. 

'પથ્થરની મૂર્તિમાં હવે પ્રાણ ફૂંકાશે, બની જશે ભગવાન..' પ્રાણ પ્રતિષ્ઠા અંગે અખિલેશ યાદવની પ્રથમ પ્રતિક્રિયા 2 - image


Google NewsGoogle News