'17મી લોકસભામાં મુસ્લિમ બહેનોને ત્રિપલ તલાકથી મુક્તિ અપાવી', લોકસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
'17મી લોકસભામાં મુસ્લિમ બહેનોને ત્રિપલ તલાકથી મુક્તિ અપાવી', લોકસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી 1 - image


Dhanyawad Prastav : સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે સંસદના બંને સદનોમાં અયોધ્યા સ્થિત રામ મંદિરના નિર્માણ અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ચર્ચા થઈ છે. ત્યારે આ ધન્યવાદ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું.

દેશમાં ચૂંટણી હવે દૂર નથીઃ સંસદમાં બોલ્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ચૂંટણી બહુ દૂર નથી. કેટલાક લોકોને થોડો ડર રહેતો હશે. પરંતુ આ લોકશાહીનો જરૂરી તબક્કો છે, આપણે સૌ તેને ગર્વથી સ્વીકારીએ છીએ અને મને વિશ્વાસ છે કે આપણી ચૂંટણી પણ દેશની શાન વધારનારા જરૂર રહેશે.'

નવા સંસદ ભવન પર બોલ્યા વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આદરણીય સભાપતિ જી, દેશને જે નવું સંસદ મળ્યું છે, આ નવા ભવનમાં એક વિરાસતનો અંશ અને આઝાદીના પહેલા ક્ષણને જીવંત રાખવાના સેંગોલને સ્થાપિત કરવાનું કામ કર્યું છે. તેને સેરેમોનિયલ બનાવવાનું ખુબ મોટું કામ તમારા નેતૃત્વમાં થયું છે, જે ભારતની આવનારી પેઢીઓને હંમેશા તે આઝાદીની ક્ષણ સાથે જોડી રાખશે.'

તમારું હાસ્ય ક્યારેય ફિક્કું નથી પડ્યુંઃ વડાપ્રધાને લોકસભા અધ્યક્ષને કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ગૃહમાં સંબોધિત કરતા કહ્યું કે, 'તમે કાયમ હસતા રહેતા હતા. તમારું હાસ્ય ક્યારેય ફિક્કું નથી પડ્યું. તમે અનેક વખત સંતુલિત અને નિષ્પક્ષ રીતે આ ગૃહનું માર્ગદર્શન કર્યું, તેના માટે હું તમારા વખાણ કરું છું. ગુસ્સો, આરોપ-પ્રત્યારોપનો સમય આવ્યો, પરંતુ તમે ધીરજપૂર્વક સ્થિતિને નિયંત્રિત કરી અને ગૃહ ચલાવ્યું અને અમારું માર્ગદર્શન કર્યું. હું તેના માટે તમારો આભાર વ્યક્ત કરું છું.'

સંસદની લાઈબ્રેરી સામાન્ય વ્યક્તિ માટે ખોલવામાં આવીઃ વડાપ્રધાન

17મી લોકસભાના અંતિમ દિવસે વડાપ્રધાને કહ્યું કે, 'સંસદની લાઈબ્રેરીના દરવાજા તમે (સભાપતિ જી) સામાન્ય વ્યક્તિ માટે ખોલ્યા. જ્ઞાનનો ખજાનો, પરંપરાઓની આ વિરાસત તમે જનસામાન્ય માટે ખોલીને ખુબ મોટી સેવા કરી છે. તેના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું.'

આપણી ન્યાય વ્યવસ્થા અંગ્રેજોએ બનાવેલા નિયમોથી થઈ રહી હતીઃ વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આઝાદી બાદ 75 વર્ષ સુધી આપણી ન્યાય વ્યવસ્થા અંગ્રેજોએ બનાવેલા નિયમોથી થઈ રહી હતી, પરંતુ હવે આપણી આવનારી પેઢીઓ ગર્વથી કહેશે કે અમે તે સમાજમાં રહીએ છીએ, જે દંડ-સંહિતા નહીં પરંતુ ન્યાય સંહિતાને માને છે.'

પહેલા આતંકવાદ દેશની છાતી પર ગોળીઓ ચલાવતું હતુંઃ વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'પહેલા આતંકવાદે નાસુર બનીને દેશની છાતી પર ગોળીઓ ચલાવી હતી. મા ભારીની ધરા રક્તરંજિત થઈ જતી હતી. દેશના અનેક વીર આતંકવાદના કારણે બલિ ચઢી જતા હતા. અમે આતંકવાદ વિરૂદ્ધ કડક કાયદા બનાવ્યા છે.'

17મી લોકસભામાં મુસ્લિમ બહેનોને ત્રિપલ તલાકથી મુક્તિ અપાવીઃ વડાપ્રધાન

ત્રિપલ તલાક પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'કેટલાક ઉતાર ચઢાવથી આપણી મુસ્લિમ બહેનો ત્રિપલ તલાકની રાહ જોી રહી હતી. કોર્ટે તેમના પક્ષમાં ચુકાદાઓ આપ્યા હતા, પરંતુ તેમને હક નહોતો મળી રહ્યો. મજબૂરીઓથી પસાર થવું પડતું હતું. ત્રિપલ તલાકથી મુક્તિનું અને નારી શક્તિના સન્માનનું કામ 17મી લોકસભાએ કર્યું છે.'

સંસદની લાઈબ્રેરી સામાન્ય વ્યક્તિ માટે ખોલવામાં આવીઃ વડાપ્રધાન

17મી લોકસભાના અંતિમ દિવસે વડાપ્રધાને કહ્યું કે, 'સંસદની લાઈબ્રેરીના દરવાજા તમે (સભાપતિ જી) સામાન્ય વ્યક્તિ માટે ખોલ્યા. જ્ઞાનનો ખજાનો, પરંપરાઓની આ વિરાસત તમે જનસામાન્ય માટે ખોલીને ખુબ મોટી સેવા કરી છે. તેના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું.'

17મી લોકસભામાં ઘણા બધા રિફોર્મ્સ થયાઃ વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, '17મી લોકસભાના પહેલા સત્રમાં બન્ને ગૃહોએ 30 વિધેયક પાસ કર્યા હતા. આ રેકોર્ડ છે. આ કાર્યકાળમાં ઘણા બધા રિફોર્મ્સ થયા છે. 21મી સદીના ભારતનો મજબૂત પાયો તે તમામ બાબતોમાં નજરે આવે છે. બદલાવ તરફ દેશ ઝડપી ગતિથી આગળ વધ્યો છે અને ગૃહના તમામ સાથીઓએ પોતાની ભાગીદારી નિભાવી છે.'

પેઢીઓની રાહ પૂર્ણ થઈઃ વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'લોકસભાનું આ સત્ર ગેમ ચેન્જર રહ્યું. આ દરમિયાન 21મી સદીના ભારતનો પાયો નાખતા અલગ અલગ સુધારા લાગૂ કરાયા છે. ભારત અભૂતપૂર્વ ગતિથી આગળ વધી રહ્યું છે. હું એ વાતની ખુબ સંતુષ્ટિ સાથે કહી શકું છું કે, જે બદલાવની ગત પેઢીઓએ લાંબા સમય સુધી રાહત જોઈ હતી, તે 17મી લોકસભા દરમિયાન સાકાર થયા.'

કલમ 370 પર બોલ્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, '17મી લોકસભાના માધ્યમથી અનેક કામ પૂર્ણ થયા. અનેક પેઢીઓએ એક બંધારણ માટે સપનું જોયું હતું, પરંતુ દર વખતે બંધારણમાં તે તિરાડો જોવા મળી હતી. આ જ ગૃહથી કલમ 370 હટાવીને બંધારણનું પૂર્ણ રીતે પ્રગતિકરણ થયું. જમ્મુ કાશ્મીરના લોકોને ન્યાયથી વંચિત રખાયા હતા. આજે તેમને પણ ન્યાય મળી રહ્યો છે.'

સાંસદ નિધિ છોડવાના પ્રસ્તાવ પર બોલ્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'હું માનનીય સાંસદોનો પણ આ વાત માટે આભાર વ્યક્ત કરું છું કે સંકટ કાળમાં દેશની આવશ્યકતાઓને જોતા સાંસદ નિધિ છોડવાના પ્રસ્તાવ પર જ્યારે મેં માનનીય સાંસદોની સામે રાખ્યો, તો એક ક્ષણની રાહ વગર તમામ સાંસદોએ આ પ્રસ્તાવને માની લીધો.'

વડાપ્રધાને કોરોનાના સમયનો કર્યો ઉલ્લેખ

કોરોનાકાળને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'હું સંસદ સભ્યો પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરવા માંગું છું, જેમણે જરૂરિયાતના સમયે સમજી વિચારીને પોતાના વિશેષ અધિકારી છોડવાનો નિર્ણય લીધો. ભારતના નાગરિકોને પ્રેરિત કરવા માટે માનનીય સભ્યોને પોતપોતાના વેતન અને ભથ્થામાં 30 ટકાનો કાપ કરવાનો નિર્ણય લીધો.'


Google NewsGoogle News