Get The App

અયોધ્યાના રામ મંદિરની છતમાંથી પાણી ટપકવાં લાગ્યું! મુખ્ય પુજારીએ નિર્માણ સામે ઉઠાવ્યા સવાલ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
અયોધ્યાના રામ મંદિરની છતમાંથી પાણી ટપકવાં લાગ્યું! મુખ્ય પુજારીએ નિર્માણ સામે ઉઠાવ્યા સવાલ 1 - image


Water Leakage in Ayodhya Ram Temple : કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર શ્રી રામ મંદિરને લઈને મુખ્ય પૂજારીએ ગંભીર દાવો કર્યો છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે ખુલાસો કર્યો છે કે પહેલા જ વરસાદમાં મંદિરની છતમાંથી પાણી ટપકવાં લાગ્યું છે. 

મંદિર નિર્માણ 2025 સુધીમાં થવું અશક્ય : મુખ્ય પુજારી

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં સત્યેન્દ્ર દાસે કહ્યું હતું, કે 'મંદિર નિર્માણ 2025 સુધીમાં થવું અશક્ય છે, છતાં આવું કહેવામાં આવી રહ્યું છે તો હું સ્વીકારી લઉં છું. જ્યાં રામલલા વિરાજમાન છે ત્યાં પહેલા જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું હતું. તેની તપાસ થવી જોઈએ. મંદિરમાં પાણી નીકળવા માટે કોઈ રસ્તો જ નથી અને ઉપરથી પાણી ટપકે છે. આ સમસ્યા ખૂબ મોટી છે અને તેનું સમાધાન થવું જ જોઈએ.'

‘છતમાંથી પાણી ટપક્યું, તપાસ થવી જોઈએ’

ઉલ્લેખનીય છે કે, અયોધ્યમાં 22 જાન્યુઆરી-2024ના રોજ ભગવાન રામલલાનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. જોકે હજુ એક વર્ષ પણ પુરુ થયું નથી, ત્યારે રામ મંદિના મુખ્ય પુજારી મંદિર નિર્માણ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, પહેલાં જ વરસાદમાં છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે. તેમણે આ મામલે તપાસની પણ માંગ કરી છે.


Google NewsGoogle News