રામ મંદિર માટે કોઈ ફાળો લેવા આવે તો ચેતજો! છેતરપિંડી સામે આવતા VHPએ કહ્યું- કોઈ દાન નથી લેવામાં આવતું

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું કે રામ મંદિરના નિર્માણ માટે કોઈ જ દાન લેવામાં આવતું નથી, જે એક છેતરપિંડી છે

જો કોઈ મંદિરના નામે તમારી પાસેથી દાન લઇ રહ્યું છે તો પોલીસને જાણ કરો અને સાવધાન રહો

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
રામ મંદિર માટે કોઈ ફાળો લેવા આવે તો ચેતજો! છેતરપિંડી સામે આવતા VHPએ કહ્યું- કોઈ દાન નથી લેવામાં આવતું 1 - image


Ram Mandir: વડાપ્રધાન મોદી દ્વારા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. એક મોટો કાર્યક્રમ બનાવવા અને વધુમાં વધુ લોકોને તેમાં સામેલ કરવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ આ સાથે રામ મંદિરના નામે એક મોટી છેતરપિંડી પણ સામે આવી છે. કેટલાક લોકો રામ મંદિર નિર્માણના નામે પેમ્ફલેટ છપાવીને લોકો પાસેથી દાન ભેગું કરી રહ્યા છે.

આવી છેતરપિંડી થાય તો પોલીસને જાણ કરવી 

જયારે આ બાબતે ખુલાસો આપતા વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું કે આ એક   છેતરપિંડી છે, મંદિર દ્વારા કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. આ એક પ્રકારની છેતરપિંડી છે જેનાથી સાવધાન રહેવાની જરૂર છે. તેમજ જો કોઈ વ્યક્તિ રામ મંદિરના નામે દાન લે છે તો આ બાબતની જાણકારી પોલીસને આપવી. બજરંગ દળના અધિકારીઓએ આ મુદ્દો VHP નેતાઓ દ્વારા ધ્યાન દોર્યા બાદ  સંગઠને તેના પર પ્રતિક્રિયા આપવી પડી.

વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીએ કર્યું ખુલાસો 

વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીએ શુક્રવારે એક પ્રેસ નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે કોઈ અલગ સમિતિની રચના કરવામાં આવી નથી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ભંડોળ એકત્ર કરવાની જવાબદારી કોઈ સમિતિને આપવામાં આવી નથી. તેમણે કહ્યું છે કે સમાજે આવી કોઈપણ છેતરપિંડી અંગે સતર્ક રહેવું જોઈએ અને આવી કોઈ વ્યક્તિને આર્થિક સહયોગ ન આપવો જોઈએ.

રામ મંદિર માટે કોઈ ફાળો લેવા આવે તો ચેતજો! છેતરપિંડી સામે આવતા VHPએ કહ્યું- કોઈ દાન નથી લેવામાં આવતું 2 - image



Google NewsGoogle News