રામલલાની પ્રાણપ્રતિષ્ઠાથી લઈને ઈટાલીના PM મેલોની સુધી... PM મોદીએ શેર કરી વર્ષ 2024ની ખાસ તસવીરો
PM Modi shares special pictures of the year 2024 : વર્ષ 2024 પુરુ થવાની આરે છે અને થોડીક જ ક્ષણોમાં દેશ નવા વર્ષના વધામણા કરશે. ત્યારે આ પ્રસંગે વર્ષ 2024ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તસવીરો દ્વારા યાદ કર્યું છે. તેમણે 2024ની કેટલીક યાદગાર પળોની તેમની તસવીરો શેર કરી છે, જેને 'તસવીરો થકી પીએમ મોદીની 2024ની યાત્રા ' નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: નોકરિયાતો માટે ખુશખબર: ટૅક્નોલૉજી અને ઇનોવેશનથી દરેક ક્ષેત્રે રોજગારી વધવાની આશા
NarendraModi.in પર શેર કરવામાં આવેલી આ તસવીરો PM મોદીની 2024ની યાદગાર પળોની ઝલક જોવા મળે છે. એક તસવીરમાં વડાપ્રધાન મોદી વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ટ્રેનમાં પોલેન્ડથી યુક્રેન જતા જોવા મળે છે.
લોકસભા ચૂંટણીને યાદ કરી
આ તસવીર 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામલલાની પ્રતિમાના અભિષેક કરવામાં આવ્યો તે સમયની છે. તસવીરો દ્વારા 2024ની લોકસભા ચૂંટણીને પણ યાદ કરવામાં આવી છે, જેમાં પીએમ મોદી જીત્યા અને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. PM એ વર્ષ 2024 ની દિવાળી કચ્છમાં જવાનો સાથે મનાવી હતી.
આ તસવીરમાં તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને UPI ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિશે સમજાવતા જોવા મળે છે. જેમાં કેટલીક તસવીરો ખૂબ જ રસપ્રદ છે, જેમ કે એક ફોટોમાં પીએમ મોદી યુવાનો સાથે કોમ્પ્યુટર પર ગેમ રમતા જોવા મળે છે.
વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત
પીએમ મોદીએ બિલ ગેટ્સ સાથેની તેમની મુલાકાતને પણ યાદ કરી છે. આ ઉપરાંત પોપ ફ્રાન્સિસ, વ્લાદિમીર પુતિન, વોલોડીમીર ઝેલેન્સકી જેવા વૈશ્વિક નેતાઓની તસવીરો પણ શેર કરવામાં આવી છે. અમેરિકાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સમિટમાં હાજરી આપી હતી. એક તસવીર તે બેઠકની તસવીર પણ છે.
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે સેલ્ફી
તસવીરોમાં વડાપ્રધાને તેમની અનેક વિદેશ યાત્રાઓને યાદ કરી છે. એક ફોટોમાં તે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ શેર કરેલી અન્ય તસવીરો