રામલલાની ત્રણેય મૂર્તિના કરો દર્શન, બે મૂર્તિ કાળા પથ્થર અને એક સફેદ આરસમાંથી બનાવાઈ
Ram Lalla Idols : અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની એક મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિને મૈસૂરના જાણિતા મૂર્તિકાર અરૂણ યોગીરાજે બનાવી છે. જોકે, ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે ત્રણેય મૂર્તિઓ બનાવવામાં આવી હતી. ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાની મૂર્તિ સિવાય અન્ય બે મૂર્તિઓની તસવીરો પણ સામે આવી ચૂકી છે.
પ્રથમ મૂર્તિઃ મૂર્તિકાર અરૂણ યોગીરાજે કાળા પથ્થરમાંથી બનાવી મૂર્તિ
કર્ણાટકના મૈસૂરના રહેવાસી મૂર્તિકાર અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરાઈ છે. આ મૂર્તિને કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે, જે શ્યામ રંગની છે.
બીજી મૂર્તિઃ મૂર્તિકાર સત્ય નારાયણ પાંડેએ આરસ પથ્થરમાંથી બનાવી મૂર્તિ
રામલલાના બીજા વિગ્રહની તસવીર 23 જાન્યુઆરીએ સામે આવી હતી. જેને પહેલા માળે સ્થાપિત કરાઈ શકે છે. આ મૂર્તિને સત્ય નારાયણ પાંડેએ બનાવી છે.
ત્રીજી મૂર્તિ : મૂર્તિકાર ગણેશ ભટ્ટે કાળા પથ્થરથી બનાવી મૂર્તિ
ત્યારબાદ હવે ત્રીજી મૂર્તિ પણ સામે આવી છે. જે મૂર્તિકાર ગણેશ ભટ્ટે બનાવી છે. તેને હાલ મંદિર પરિસરમાં સ્થાપિત નહીં કરાઈ. જોકે તેની તસવીર પણ સામે આવી ગઈ છે. જણાવી દઈએ કે, શાસ્ત્રોમાં વર્ણન છે નિલાંબુજમ શ્યામમ કોમલાંગમ... એટલા માટે શ્યામલ રંગની જ શ્રીરામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાન અપાયું છે.
ગણેશ ભટ્ટ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની ત્રીજી મૂર્તિને નવનિર્મિત રામ મંદિરના ગર્ભગૃહમાં જગ્યા નથી મળી. 51 ઈંચની આ મૂર્તિની તસવીરો હવે જાહેર કરાઈ છે અને મંત્રી ટ્રસ્ટે કહ્યું છે કે, મૂર્તિને મંદિર પરિસરમાં સ્થાપિત કરાશે. શ્યામશિલાથી બનાવવામાં આવેલી આ મૂર્તિએ પણ રામભક્તોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
ત્રીજી મૂર્તિને મંદિર પરિસરમાં સ્થાપિત કરાશે
આ મૂર્તિને પણ 5 વર્ષના રામલલા જોવા મળી રહ્યા છે. 51 ઈંચની આ મૂર્તિને પણ કૃષ્ણ શિલાના નામથી ઓળખાતા કાળા પથ્થરથી બનાવવામાં આવી છે. જે કર્ણાટકના મૈસૂસમાં હેગદાદેવન કોટાથી ઉપજાઉ જમીનથી મળે છે. જોકે, મંદિરના ગર્ભગૃહ માટે આ મૂર્તિને પસંદ નથી કરાઈ. રામ મંદિરની દેખરેખ કરનારા ટ્રસ્ટે આશ્વાસન આપ્યું છે કે, ગણેશ ભટ્ટની મૂર્તિને મંદિર પરિસરમાં સ્થાપિત કરાશે.