VIDEO | અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ પત્ર તૈયાર, જુઓ પ્રથમ ઝલક

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઘણા વીવીઆઈપી લોકો સામેલ થશે

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
VIDEO | અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ પત્ર તૈયાર, જુઓ પ્રથમ ઝલક 1 - image

લખનૌ, તા. 04 જાન્યુઆરી 2024 ગુરૂવાર

અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થવાના છે. અયોધ્યા નગરી પોતાના નાથના આગમન માટે સજી રહી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરમાં રામલલાની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ પત્ર મોકલવામાં આવશે અને હવે પહેલા આમંત્રણ પત્રની તસવીર પણ સામે આવી ગઈ છે.

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઘણા વીવીઆઈપી લોકો સામેલ થશે. હવે આ માટે લોકોને આમંત્રણ પત્ર પણ મોકલવામાં આવશે. આ કાર્યક્રમ માટે એક ખાસ આમંત્રણ પત્ર તૈયાર કરવામાં આવ્યુ છે. લાલ રંગના આ કાર્ડ પર ભગવા રંગમાં મેસેજ લખવામાં આવ્યો છે. આમાં રામ મંદિર પણ બનેલુ છે. શ્રીરામની તસવીર પણ આ કાર્ડમાં તમને જોવા મળશે.

આવુ છે આમંત્રણ પત્ર

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ આમંત્રણ પત્રમાં રામ મંદિર અને શ્રી રામ સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવી છે.

સ્કેન કરીને મહેમાનોનું વેરિફિકેશન થશે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા મહેમાનોની સુરક્ષા માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મોકલવામાં આવી રહેલા આમંત્રણ પત્ર પર ક્યૂઆર કોડ પણ આપવામાં આવ્યો છે જેથી આમંત્રિત મહેમાનોના વેશમાં કોઈ અનિચ્છનીય તત્વ કાર્યક્રમ સ્થળ અને રામનગરીમાં પ્રવેશ કરી શકે નહીં. 

ક્યૂઆર કોડ આમંત્રણ પત્રનો ભાગ છે

ક્યૂઆર કોડ આમંત્રણ પત્ર ચેક કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલો એક ભાગ છે. મહોત્સવમાં આવનાર દરેક આમંત્રિત મહેમાન કોઈ પણ તકલીફ વિના મંદિરમાં પહોંચે અને શાંતિથી પ્રસ્થાન કરે તેનું ધ્યાન રાખવામાં આવશે.


Google NewsGoogle News