માતા સીતાનો પડદો ક્યાં છે? ભગવાન રામે તીરથી નદીમાં કરી હતી સ્થાપના, તે જોવા માટે ભક્તોની ભીડ ઉમટી
Ram Katha Sita Parda: હાલમાં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજલતા તહસીલના ખૂન ગામ પાસે ગ્રામજનો અને આસપાસના લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગ્રામજનોની માન્યતા અનુસાર ભગવાન રામે થોડા દિવસો આ સ્થળ પર વિતાવ્યા હતા. અહીં એક નદી વહે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામ અહીં પહોંચ્યા ત્યારે માતા સીતાને સ્નાન કરવું હતું. ત્યારે ભગવાન રામે અહીં તીર માર્યું અને પડદાની સ્થાપના કરી. આ પડદો આજે પણ આ સ્થાન પર છે, જે પર્વત જેવો દેખાય છે. આજુબાજુના ગામડાના લોકો પણ તેની પૂજા કરવા માટે અહીં આવી રહ્યા છે. માત્ર આ પડદો જ નહીં, પરંતુ અહીં માતા સીતાનું રસોડું પણ છે, જ્યાં તે ભોજન બનાવતા હતા. ભક્તો રાત-દિવસ અહીં પહોંચીને પૂજા-પાઠ કરી રહ્યા છે અને ભગવાન રામની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે.
પ્રલય બાબતે છે ખાસ માન્યતા
સ્થાનિક લોકોનું માનવું છે કે જો આ પર્વત પરથી એક નાનો ટુકડો પણ નીચે પડે છે તો પ્રલય આવી શકે છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેથી ગામના લોકો ખુબ જ ઉત્સાહિત છે. અહીંના ગ્રામજનો પણ અયોધ્યા જઈ રહ્યા છે. આ પડદાને જોવા માટે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ દૂર-દૂરથી ભક્તો અહીં આવી રહ્યા છે.
નદીમાંથી રામ સેતુનો પથ્થર મળ્યો
મકવાલ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલું ગામ છે. અહીના લોકો એવું માને છે કે તેમને રામ સેતુનો પથ્થર મળ્યો છે, જેનો ઉપયોગ પુલના નિર્માણમાં કરવામાં આવ્યો હતો. ગામલોકોને આ પથ્થર નદીમાંથી મળ્યો હતો. આ પથ્થર નદીમાં તરતો હતો. આખું ગામ આ પથ્થરની પૂજા કરે છે. જેથી અહીંના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે કે તેને ભગવાન રામના આશીર્વાદ મળ્યા છે.