Get The App

3 ફ્લોર, 26 સેક્શન અને 200 વર્ષનું સંઘર્ષ... રામમંદિર બાદ અયોધ્યામાં બનશે રામ કથા મ્યુઝિયમ

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
3 ફ્લોર, 26 સેક્શન અને 200 વર્ષનું સંઘર્ષ... રામમંદિર બાદ અયોધ્યામાં બનશે રામ કથા મ્યુઝિયમ 1 - image


All About Ayodhaya Ram Katha Museum: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે, હવે રામ કથા મ્યૂઝિયમ નિર્માણની તૈયારીઓ થઈ રહી છે. પર્યટકોને નવુ આપવા માટે રામ કથાનો પ્રચાર દરેક સુધી પહોંચાડવા માટે એક અત્યાધુનિક, વિશાળ મ્યૂઝિયમ બનાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મ્યુઝિયમ 2 વર્ષમાં તૈયાર થઈ જશે. અને તે કુલ 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું હશે.

આ પણ વાંચો: સંભલમાં જામા મસ્જિદ નજીકના કૂવા પર પૂજા નહીં કરી શકાય, સુપ્રીમ કોર્ટે રોક લગાવી સરકાર પાસે રિપોર્ટ માગ્યો

રામ કથા મ્યુઝિયમમાં વિશેષ શું છે?

રિપોર્ટ પ્રમાણે આ મ્યુઝિયમ દ્વારા બતાવવામાં આવશે કે, પુરાતત્વીય ખોદકામ દરમિયાન ટીમને કઈ વસ્તુઓ મળી આવી જેના આધારે એવું કહેવામાં આવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામનું મંદિર હતું. હાલમાં આ પ્રોજેક્ટ તેના પ્રારંભિક તબક્કામાં છે, તેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ આ ભવ્ય મ્યુઝિયમ માટે ભંડોળ પૂરું પાડવામાં આવશે, તેમજ આ મ્યુઝિયમની બિલ્ડિંગ રાજ્ય સરકારની રહેશે.

સર્વેમાં જે કંઈ મળ્યું તે મ્યુઝિયમમાં દેખાશે

Tagbinના સીઈઓ સૌરવ ભાઈકે આ અંગે જણાવ્યું હતું કે, અમારું ધ્યાન યોગ્ય ડિઝાઇન પર છે. પ્રવાસીઓને દરેક પ્રકારની સુવિધા મળી રહે તે માટે કન્ટેન્ટ અને ટેકનોલોજીને એકસાથે લાવવામાં આવશે. ભાઈકે પોતાના નિવેદનમાં તો એમ પણ કહ્યું કે, સર્વે દરમિયાન અમને 100 થી વધુ વસ્તુઓ મળી હતી. જેમાં મૂર્તિઓ, થાંભલાઓ અને દિવાલ પેનલના ટુકડા મળ્યા હતા. આ કહેવા માટે પૂરતું હતું કે, અહીં એક પ્રાચીન મંદિર હતું. હવે આવી કેટલીક વસ્તુઓ મ્યુઝિયમમાં રાખવામાં આવશે.

આ પણ વાંચો: વરદાન નહીં શ્રાપનું પરિણામ છે કુંભ... પુરાણોમાં છુપાયેલી આ કહાણી તમે નહીં જાણતા હોવ

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વર્ષગાંઠ

રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપનારા લોકો માટે મ્યુઝિયમમાં એક ખાસ સ્થાન રાખવામાં આવશે. કુલ ત્રણ માળ તૈયાર કરવામાં આવશે અને સમગ્ર સંગ્રહાલયને 26 વિભાગોમાં વહેંચવામાં આવશે. આ ઉપરાંત રામ દરબાર, સબકે કામ, રામ વન પથ જેવા ઘણા અન્ય ભાગો પણ મ્યુઝિયમનો ભાગ હશે. 

અત્રે ઉલ્લેખનીય કે, ગયા વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે મંદિર ટ્રસ્ટ દ્વારા 11 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વર્ષગાંઠ ઉજવી રહ્યું છે.


Google NewsGoogle News