Get The App

પહેલા નોરતાથી અયોધ્યા રામ મંદિરમાં શિખર બનાવવાનું કામ શરૂ, જાણો શું છે ખાસિયત

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
Ayodhya Ram Mandir


Ayodhya Ram Mandir Shikhar Construction : અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય શિખરનું નિર્માણ આજથી શરૂ થઈ ગયું છે. પહેલા મંદિરના નિર્માણ સ્થળ પર પૂજા કરીને મંદિર પરિસરમાં શિખરમાં સ્થાપિત મુખ્ય પથ્થરની પૂજા કરાઈ. આ દરમિયાન મંદિર નિર્માણ સાથે જોડાયેલ તમામ એજન્સીઓ અયોધ્યા પહોંચી ગઈ છે. જ્યારે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા પણ અયોધ્યામાં છે. 

રામ મંદિરના નિર્માણની વિશેષતાને ધ્યાનમાં રાખીને આ શિખરનું નિર્માણ કરાશે 

નાગાર શૈલીમાં બનાવવા જઈ રહેલા મંદિરમાં શિખરનું નિર્માણ સોમપુરા આર્કિટેક્ટ્સની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરાશે. જેને લઈને ટ્રસ્ટે પહેલા જ ફાઈનલ કરી દીધું છે. શિખર સુધીના સમગ્ર મંદિરની ઊંચાઈ 161 ફૂટ છે. શિખરના નિર્માણમાં ઓછામાં ઓછા 120 દિવસનો સમય લાગશે. શિખર પર ધાર્મિક ધ્વજ પણ હશે. જ્યારે રામ મંદિરના નિર્માણની વિશેષતાને ધ્યાનમાં રાખીને આ શિખરનું નિર્માણ કરાશે. 

આ પણ વાંચો : મેરિટલ રેપને ગુનો માનવાના પક્ષમાં નથી કેન્દ્ર સરકાર, SCને કહ્યું- આ કાયદાકીય નહીં સામાજિક મુદ્દો

નિર્માણ સમયે તમામ એજન્સીઓના પ્રતિનિધિ હાજર રહેશે

મંદિરમાં શિખરના નિર્માણ સમયે તમામ એજન્સીઓના પ્રતિનિધિ હાજર રહેશે. આ સાથે સોમપુરા આર્કિટેક્ટ્સ ઉપરાંત કંસ્ટ્રક્શન એજન્સી લાર્સન એન્ડ ટુબ્રો, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂડકી, નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના નિષ્ણાતો પણ હાજર. 

રામ દરબારની સ્થાપના કરાશે

રામ મંદિર આવતા શ્રદ્ધાળુઓને રામ દરબારના પણ દર્શન કરવા મળશે. જેમાં આવતા વર્ષે હોળી અગાઉ પહેલા માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપી છે કે, રામ દરબારની ડિઝાઇનનું કામ પૂરું થઈ ગયું છે. રામ દરબાર આરસનો બનાવાશે. રામ દરબાર તેના પૂર્ણ સ્વરૂપમાં હશે, જેમાં રામ, સીતા, ત્રણ ભાઈઓ અને હનુમાનજીની મૂર્તિઓ હશે. શિલ્પકાર વાસુદેવ કામથે તેની ડિઝાઇનને મંજૂરી આપી દીધી છે, આવતા વર્ષે હોળી પહેલા રામ દરબારની સ્થાપના કરવામાં આવશે.

આ પણ વાંચો : યુવાનો માટે 66 હજાર રૂપિયા કમાવવાનો મોકો: મોદી સરકારની યોજના શરૂ, જાણો કઈ રીતે કરશો આવેદન

મંદિરના આખા ભવનના નિર્માણ માટે નક્કી કરાયેલા સમયના બે મહિના વધુ સમય લાગશે. મંદિરના કિનારા અને સપ્ત મંડપનું કામ પણ એક સાથે ચાલી રહ્યું છે. મુખ્ય ભવન ઉપરાંત લેન્ડસ્કેપિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને પહેલા માળનું બાંધકામ લગભગ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે.


Google NewsGoogle News