CM યોગીએ બહેનોને આપી ભેટ, રક્ષાબંધનના તહેવાર પર રાજ્યમાં 2 દિવસ ફ્રી મુસાફરીની જાહેરાત
લખનઉ ઉપરાંત 14 શહેરો કાનપુર, આગરા, વારાણસી, પ્રયાગરાજ, મેરઠ, ગાજિયાબાદ, મથુરા-વૃંદાવન, શાહજહાંપુર, ઝાંસી, મુરાદાબાદ, ગોરખપુર, અલીગઢ તેમજ બરેલીમાં સંચાલિત સીએનજી અને ઈલેક્ટ્રીક બસોમાં મહિલાઓ ફ્રી મુસાફરી કરી શકશે.
લખનઉ, તા.26 ઓગસ્ટ-2023, શનિવાર
ઉત્તર પ્રદેશ સરકારે રક્ષાબંધન પર બહેનોને મોટી ભેટ આપી છે. મહિલાઓ રક્ષાબંધનના 2 દિવસ રોડવેજ અને સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે. યોગી આદિત્યનાથ સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ વિભાગને જારી કરેલા આદેશ મુજબ 30 ઓગસ્ટે રાત્રે 12.00 વાગ્યાથી 31 ઓગસ્ટે રાત્રે 12.00 વાગ્યા સુધી આખા ઉત્તર પ્રદેશમાં મહિલા પાસેથી ભાડું લેવામાં નહીં આવે...
આ વખતે 2 દિવસ રક્ષાબંધન મુહૂર્ત
આ વખતે 30 અને 31 ઓગસ્ટ, એમ 2 દિવસ રક્ષાબંધનનું મુહૂર્ત છે, તેથી મહિલાઓને બે દિવસ મફત મુસાફરીની જાહેરાત કરાઈ છે. બહેનો તેમના ભાઈના ઘરે સરળતાથી પહોંચી શકે તે માટે ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ 2017થી રક્ષાબંધના તહેવારે મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપી રહી છે.
14 શહેરોની સિટી બસોમાં પણ ફ્રી મુસાફરી