'જો સલમાન ખાન માફી નહીં માગે તો...', ખેડૂત નેતા રાકેશ ટિકૈતે 'ભાઇજાન'ને આપી ચેતવણી
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સલમાન ખાનને અપીલ કરી છે કે તેઓ કાળા હરણના શિકાર મામલે બિશ્નોઈ સમાજની માફી માગી લે. સાથે જ તેમણે એક્ટરને ચેતવણી પણ આપી છે કે જો તેઓ એવું નહીં કરે તો તેમને ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે.
માફી માગી લે સલમાન ખાન : રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે, જો સલમાન ખાન બિશ્નોઈ સમાજની માફી માગી લે છે તો એક સંદેશ એ પણ જશે કે સલમાન ખાન બિશ્નોઈ સમાજનું સન્માન કરે છે. જો તેઓ માફી માગી લે તો યોગ્ય છે, ભૂલ તો થઈ રહે છે, નહિતર આ વિવાદ ચાલતો રહેશે. તેમાં ખબર નહીં કોણ-કોણ લપેટામાં આવશે અને વિવાદ ઉકેલાઈ જાય ત્યાં સુધી યોગ્ય છે. આ સમાજથી જોડાયેલો મામલો છે. સલમાન ખાને મંદિર જઈને માફી માગી લેવી જોઈએ, નહિતર જેલમાં બંધ વ્યક્તિ ખબર નહીં ક્યારે ટપકાવી (ખતમ કરાવી) દે.'.
બિશ્નોઈ ગેંગે લીધી હતી બાબા સિદ્દીકીના મોતની જવાબદારી
હાલમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગથી જોડાયેલા સાગરિતોએ તેની હત્યાની જવાબદારી લીધી. તેમણે સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, જે પણ સલમાન ખાન સાથે ઉભા હશે તેને તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.